'આદિપુરુષ'ના ટીઝર લૉન્ચિંગમાં ક્રિતિ-પ્રભાસની કેમિસ્ટ્રી:બંને એકબીજાનો હાથ પકડીને આવ્યા, ચાહકોએ ડેટિંગ કરતા હોવાની અટકળો કરી

અયોધ્યા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્રિતિ સેનન તથા પ્રભાસ ફિલ્મ 'આદિપુરુષ'માં પહેલી જ વાર સાથે કામ કરી રહ્યા છે. બે ઓક્ટોબરે ફિલ્મનું ટીઝર અયોધ્યામાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં પ્રભાસે ભગવાન રામ, સૈફે રાવણ તથા ક્રિતિએ સીતાનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ રામાયણ પર આધારિત છે. ક્રિતિ તથા પ્રભાસ અયોધ્યા આવ્યા હતા. અહીંયા બંને વચ્ચેની કેમિસ્ટ્રી જોવાલાયક હતી. તેમની કેમિસ્ટ્રી જોઈને બંને એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા થવા લાગી.

સ્ટેજ પર ક્રિતિએ પરસેવો લૂંછવા દુપટ્ટો ઑફર કર્યો
સ્ટેજ આખું લાઇટથી ચમકી ઉઠ્યું હતું. હાર્શ લાઇટને કારણે પ્રભાસને પુષ્કળ પરસેવો વળતો હતો. તે વારંવાર હાથથી પરસેવો લૂંછતો હતો. આ દરમિયાન ક્રિતિએ પ્રભાસને પરસેવો લૂંછવા માટે દુપટ્ટો ઑફર કર્યો હતો. ઇવેન્ટમાં ક્રિતિએ ક્રિમ રંગના લહેંગા-ચોલીમાં હતી અને પ્રભાસે કુર્તા-પાયજામો પહેર્યો હતો.

ટીઝર લૉન્ચમાં એકબીજાનો હાથ પકડીને આવ્યા
ટીઝર લૉન્ચિંગ ઇવેન્ટમાં સામેલ થવા માટે પ્રભાસ તથા ક્રિતિએ એકબીજાનો હાથ પકડ્યો હતો. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો હતો અને એક ચાહકે કમેન્ટ કરી હતી કે પ્લીઝ ક્રિતિ પ્રભાસનો હાથ ના છોડતી.

ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે
ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી 'આદિપુરુષ' આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. પ્રભાસ 'બાહુબલિ', 'સાહો' તથા 'રાધે શ્યામ'માં જોવા મળ્યો હતો. હવે તે 'સલાર' તથા દીપિકા પાદુકોણ સાથે 'પ્રોજેક્ટ K'માં જોવા મળશે. ક્રિતિ સેનન એક્ટર અક્ષય કુમાર સાથે 'બચ્ચન પાંડે'માં જોવા મળી હતી. હવે તે વરુણ ધવન સાથે 'ભેડિયા' તથા ટાઇગર શ્રોફ સાથે 'ગણપથ'માં કામ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...