તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેપ્પી બર્થડે ચિન્ટુ જી:રિષી કપૂરના જન્મદિવસ પર તેમની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનનું પોસ્ટર રિલીઝ થયું, નીતૂ કપૂરે ભાવુક પોસ્ટ શેર કરી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિતેશ ભાટિયા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ એક પ્યોર 60 વર્ષીય વ્યક્તિની કહાની છે
  • એક્ટર પરેશ રાવલે તેમની જગ્યાએ ફિલ્મનું બાકીનું શૂટિંગ કર્યું હતું

દિવંગત એક્ટર રિષી કપૂરના જન્મદિવસના ખાસ પ્રસંગે એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન દ્વારા તેમની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનનું ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યું. આ સાથે જ સિનિયર એક્ટરની પત્ની નીતૂ કપૂરે ચિન્ટુના જન્મ દિવસ પર તેમની બીમારીના છેલ્લા સમયને યાદ કરતા ભાવુક પોસ્ટ શેર કરી છે.

એક્સેલ એન્ટરટેઈનમેન્ટે સોશિયલ મીડિયા પર શર્માજી નમકીનનો ફર્સ્ટ લુક શેર કરતા લખ્યું, 'શર્માજી નમકીનનું પોસ્ટર શેર કરીને અમને ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રસિદ્ધ અભિનેતામાંથી એક શ્રીમાન રિષી કપૂર છે. તેમના કામ અને તેમની શાનદાર કરિયરને હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમના પ્રેમ, સન્માન અને યાદના પ્રતીક તરીકે તેમના લાખો પ્રશંસકોને ભેટ તરીકે તેમની છેલ્લી ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. શ્રી પરેશ રાવલનો આભાર, જેમણે રિષી કપૂર દ્વારા નિભાવવામાં આવેલા તે કેરેક્ટરને ભજવવા માટે સંવેદનશીલ પગલું ભરવાની સંમતિ આપીને ફિલ્મને પૂરી કરી છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને મેકગફિન પિક્ચર્સ દ્વારા નિર્મિત, નવોદિત હિતેશ ભાટિયા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ એક પ્યોર 60 વર્ષીય વ્યક્તિની કહાની છે.'

31 એપ્રિલ 2020માં રિષી કપૂરનું નિધન થયું હતું. આ સમયે શર્માજી નમકીન ફિલ્મ અધૂરી હતી, જેના કારણે એક્ટર પરેશ રાવલે તેમની જગ્યાએ ફિલ્મનું બાકીનું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન નવોદિત હિતેશ ભાટિયાએ કર્યું છે, જ્યારે ફરહાન અખ્તર, રિતેશ સિધવાની, હની ત્રેહાન, અભિષેક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી અને કાસિમ જાગમગિયા દ્વારા કો-પ્રોડ્યુસ કરવામાં આવી છે.

નીતૂ કપૂરે રિષીની બીમારીના છેલ્લા વર્ષને યાદ કરતા લખ્યું, ન્યૂયોર્કમાં મારા છેલ્લા આઘાતજનક વર્ષોમાં મેં રિષીજી પાસેથી ઘણું શીખ્યું છે. તેમના ખરાબ સમયમાં અમે ઘરમાં ટીવી જોયું અને મજેદાર ખાવાનું ઓર્ડર કર્યું અને અમારી પાસે આ સુંદર ક્ષણોની સાથે આશા હતી કે બીજી કીમોથેરપી વધુ સારી રહેશે. મને હંમેશાં મજબૂત રહેવાનું શીખવ્યું છે. દરેક દિવસની કિંમત સમજો. અમે આજે તેમને યાદ કરી રહ્યા છીએ. તેઓ પોતાના 69મા જન્મદિવસ પર કેટલા એક્સાઈટેડ હતા તે મને હજી પણ યાદ છે. મને વિશ્વાસ છે કે તેઓ પોતાના પરિવારની સાથે ઉપર સેલિબ્રેટ કરી રહ્યા હશે. હેપ્પી બર્થડે કપૂર સાહેબ.