પોર્નોગ્રાફી કેસ:રાજ કુંદ્રાએ કહ્યું- પોર્નોગ્રાફી કેસમાં મને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે, મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ રાજ કુંદ્રાની વિરુદ્ધ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે 1500 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. - Divya Bhaskar
મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ રાજ કુંદ્રાની વિરુદ્ધ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે 1500 પેજની ચાર્જશીટ દાખલ કરી છે.
  • રાજ કુંદ્રાએ શનિવારે મુંબઈની કોર્ટમાં જામીન અરજી કરી
  • તેને દાવો કર્યો છે કે, સપ્લિમેન્ટ્રી ચાર્જશીટમાં તેની વિરુદ્ધ એક પણ પુરાવો નથી

પોર્નોગ્રાફી કેસમાં આરોપી બિઝનેસમેન રાજ કુંદ્રાએ શનિવારે મુંબઈની કોર્ટમાં જામીન અરજી કરી છે. તેને દાવો કર્યો છે કે તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે અને સપ્લિમેન્ટ્રી ચાર્જશીટમાં તેની વિરુદ્ધ એક પણ પુરાવો નથી. તે સાથે તેને કહ્યું કે, તેની વિરુદ્ધ તપાસ પ્રેક્ટિકલી પૂર્ણ થઈ ગઈ છે. ક્રાઈમ બ્રાંચે તાજેતરમાં કુંદ્રા અને ત્રણ અન્યની વિરુદ્ધ અશ્લીલ ફિલ્મો બનાવવાને લઈને પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.

19 જુલાઈથી જેલમાં છે કુંદ્રા
રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં તેને 27 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો. તે પછી જિલ્લા કોર્ટ (એસ્પ્લેનેડ કોર્ટ)એ પછી તેને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો. ત્યારથી તે જેલમાં જ છે. તેની એક જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. રાજ કુંદ્રા પર શર્લિન ચોપરાથી લઇને પૂનમ પાંડે સુધીની અભિનેત્રી કમ મોડલોએ ગંભીર આરોપો લગાવ્યા હતા. મુંબઈ સાયબર પોલીસમાં 2020ના વર્ષમાં આ કેસ દાખલ થયો હતો.

શર્લિન ચોપરાના નગ્ન ફોટો પ્રકાશિત કરેલા
ચાર્જશીટમાં નોંધાયેલા શર્લીન ચોપરાના બયાન પ્રમાણે ‘ધ શર્લિન ચોપરા એપ’ નામની એપ્લિકેશન બનાવવા માટે આર્મ્સ પ્રાઇમ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે એક કોન્ટ્રાક્ટ સાઇન કરાયેલો. ત્યારે સૌરભ કુશવાહા અને રાજ કુંદ્રા આર્મ્સ પ્રાઇમ મીડિયા પ્રા. લિ.માં ડિરેક્ટર્સ હતા. આ ‘ધ શર્લિન ચોપરા એપ’માં શર્લિન ચોપરાના બોલ્ડ (વાંચો, નગ્ન) વીડિયો અને ફોટો પબ્લિશ કરવામાં આવી રહ્યા હતા.

શર્લિનને આ કોન્ટ્રાક્ટ પ્રમાણે રેવન્યૂના 50% હિસ્સો મળવાનો હતો, પરંતુ શર્લિનના આરોપ પ્રમાણે તેને આ હિસ્સો અપાયો નહોતો. ત્યાર પછી ‘હોટશોટ્સ’ એપ માટે પણ શર્લિન સાથે કોન્ટ્રાક્ટ કરાયો, જેના માટે શર્લિને એક્ટિંગ કરવાની હતી.

કુંદ્રા પર અશ્લીલતા અને ચીટિંગની કલમો લાગી છે

  • આઈપીસીની કલમ 292, 296 - અશ્લીલ સામગ્રી બનાવવી અને વેચવી
  • કલમ 420 - છેતરપિંડી અને વિશ્વાસઘાત
  • ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 67, 67(a) - ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં અશ્લીલ સામગ્રી અપલોડ કરવી અને બ્રોડકાસ્ટ કરવી
  • મહિલાઓનું અવિવેકપૂર્ણ પ્રતિનિધિત્વ (નિષેધ) અધિનિયમ, કલમ 2(g) 3, 4, 6, 7 - મહિલાઓ સાથે સંકળાયેલી અશ્લીલ ફિલ્મ બનાવવી, વેચવી અને પ્રસારિત કરવી.
  • કુંદ્રાએ પોતાની કંપનીમાં 10 કરોડ રૂપિયા રોક્યા
  • મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના કહેવા પ્રમાણે રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ કેસ નોંધવામાં આવ્યો હતો. રાજ કુંદ્રાએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આઠથી દસ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રાજ કુંદ્રા અને તેના બ્રિટનમાં રહેતા ભાઈએ ત્યાં જ કેનરિન નામની કંપની બનાવી. અશ્લીલ ફિલ્મોના વીડિયો ભારતમાં શૂટ થતા અને ‘વી ટ્રાન્સફર’ (હેવી ફાઇલોના ટ્રાન્સફર માટેની વેબસાઇટ) મારફતે કેનરિનને મોકલવામાં આવતા. આ કંપની રાજ કુંદ્રાએ જ બનાવી અને ભારતના સાયબર લૉથી બચવા માટે તેનું રજિસ્ટ્રેશન વિદેશમાં કરાવ્યું.

કઈ રીતે પોર્નના પાપનો ઘડો ભરાયો
ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસે એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ સહિત છ લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ અન્ય ત્રણ લોકો પણ પકડાયા. તે પછી બે કેસમાં FIR નોંધવામાં આવી. આરોપ પ્રમાણે એક્ટર્સને બ્લેકમેલ કરીને તેમની પાસે પોર્ન ફિલ્મો શૂટ કરવા માટે વિવશ કરવામાં આવતા.

ત્યારે એ વાત પણ બહાર આવેલી કે શૂટ કરવામાં આવેલી ફિલ્મોને પેઇડ મોબાઇલ એપ્લિકેશન પર રિલીઝ કરવામાં આવતી. ત્યારબાદ પોલીસે આ કેસમાં ઉમેશ કામત નામના એક શખ્સની ધરપકડ કરી હતી. કામતની ધરપકડ પછી પોલીસને મહત્ત્વની કડીઓ મળી અને પોર્નફિલ્મોનું આખું રેકેટ બહાર આવ્યું, જેનો છેડો રાજ કુંદ્રા સુધી પહોંચ્યો.

અન્ય સમાચારો પણ છે...