તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ સ્ટેશનમાં પૂનમ પાંડે:લોકડાઉન દરમ્યાન રોડ પર કાર ચલાવવા બાબતે એક્ટ્રેસની મુંબઈ પોલીસે 3 કલાક પૂછપરછ કરી

14 દિવસ પહેલા
એક્ટ્રેસ બે અન્ય લોકો સાથે આજે મુંબઈમાં આઝાદ બગર પોલીસ સ્ટેશન પૂછપરછ માટે પહોંચી હતી. - Divya Bhaskar
એક્ટ્રેસ બે અન્ય લોકો સાથે આજે મુંબઈમાં આઝાદ બગર પોલીસ સ્ટેશન પૂછપરછ માટે પહોંચી હતી.

વિવાદોમાં રહેનારી એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે મંગળવારે મુંબઈના આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે પહોંચી હતી. ત્યાં તેની અંદાજે 3 કલાક પૂછપરછ થઇ છે. પૂનમ પાંડે પર મે 2020માં કોરોના લોકડાઉન દરમ્યાન મુંબઈના રોડ પર BMW કારમાં ફરવાનો આરોપ છે. ગાડીથી મુંબઈમાં બાંદ્રાથી મરીન ડ્રાઈવ સુધીની યાત્રા કરી હતી.

એક્ટ્રેસ વિરુદ્ધ રાષ્ટ્રીય આપદા અધિનિયમની કલમ 188 (લોક સેવક દ્વારા જાહેર આદેશનું ઉલ્લંઘન), IPCની કલમ 269 (જીવન માટે જોખમી બીમારીનું સંક્રમણ ફેલાવવા માટે બેજવાબદારીથી કામ કરવું) અને 51(બી) હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક્ટ્રેસને અમુક મહિના પહેલાં તેના મિત્ર સેમ અહમદ સાથે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલ બહાર અરેસ્ટ કરવામાં આવી હતી. જોકે, પછીથી તેને જામીન આપી દેવાયા હતા. આ દરમ્યાન પોલીસે તેની ગાડી પણ જપ્ત કરી લીધી હતી.

આજ આ કેસમાં એક્ટ્રેસની પૂછપરછ થઇ છે, જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે એક્ટ્રેસની આટલા દિવસ પછી કેમ પૂછપરછ થઇ.

હનીમૂન દરમ્યાન પતિ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો
આ પહેલાં ગોવામાં પૂનમ પાંડે ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે હનીમૂન દરમ્યાન ઝઘડા બાદ એક્ટ્રેસે તેના પતિ સેમ બોમ્બે વિરુદ્ધ મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પોલીસે સેમને કસ્ટડીમાં લીધો હતો. જોકે, અમુક દિવસો પછી પૂનમ અને સેમ વચ્ચે સમાધાન થઇ ગયું હતું. સેમ સાથેના પોતાના સંબંધ પર પૂનમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે ફરીવાર સાથે છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser