બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડેએ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ ખરાબ વર્તનની ફરિયાદ કરી છે. પૂજાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને પોતાની સાથે બનેલી ઘટના અંગે કહ્યું હતું.
ઇન્ડિગોના સ્ટાફે અભદ્ર વ્યવહાર કર્યો
પૂજાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ઇન્ડિગો એરલાઇનના સ્ટાફ મેમ્બર વિપુલ નકાશેએ મુંબઈ જતી ફ્લાઇટમાં અમારી સાથે ઘણો જ ખરાબ વ્યવહાર કર્યો. તેણે અહંકારી, ગેરસમજણ તથા ધમકીભર્યા સ્વરમાં વાત કરી. આ ઘણી જ દુઃખદ વાત છે. સામાન્ય રીતે હું આ બધી બાબતોમાં કોઈ પોસ્ટ કરતી નથી, પરંતુ વાસ્તવમાં આ ઘણું જ ભયંકર હતું.'
એરલાઇને માફી માગી
પૂજાની સો.મીડિયા પોસ્ટ બાદ ઇન્ડિગોએ જવાબ આપતાં કહ્યું હતું, 'મિસ હેગડે, તમારા આ અનુભવ માટે અમને માફ કરો. અમે તરત જ તમારો સંપર્ક કરીશું. તમે તમારો કોન્ટેક્ટ નંબર તથા PNR નંબર મેસેજ કરો.
યુઝર્સે રિએક્શન આપ્યા
યુઝર્સે કહ્યું હતું કે ઇન્ડિગોએ પોતાના સ્ટાન્ડર્ડ જવાબ આપ્યો છે. કેટલાંક લોકોએ એરલાઇન પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કેટલાંકે પૂજાને સલાહ પણ આપી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો પૂજા છેલ્લે સાઉથ ફિલ્મ 'આચાર્ય'માં જોવા મળી હતી. હવે તે સલમાન સાથે 'કભી ઈદ કભી દિવાલી'માં જોવા મળશે. આ ઉપરાંત તે 'સર્કસ'માં પણ કામ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.