વાઇરલ વીડિયો:રજનીકાંતને જોતાં જ ઐશ્વર્યા રાય પગે લાગી તો મણિરત્નમને મળવા માટે દોટ મૂકી

ચેન્નઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

'પોન્નિયિન સેલ્વન'ની ગ્રાન્ડ ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટ હાલમાં જ ચેન્નઈમાં યોજાઈ ગઈ હતી. ચેન્નઈના નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલી આ ઇવેન્ટમાં અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. ફિલ્મની સ્ટાર-કાસ્ટ પણ આવી હતી. ઐશ્વર્યા રાય બચ્ચને ફિલ્મમાં નંદિનીનો રોલ ભજવ્યો છે. ઐશ્વર્યા પણ ઇવેન્ટમાં હાજર રહી હતી. ઇવેન્ટમાં ઐશ્વર્યા બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. ઇવેન્ટમાં રજનીકાંત તથા કમલ હાસન ચીફ ગેસ્ટ બનીને આવ્યા હતા. ઇવેન્ટમાં સંગીતકાર એ આર રહેમાને ફિલ્મના સોંગ્સ ગાયા હતા. એ આર રહેમાને આ ફિલ્મમાં સંગીત પણ આપ્યું છે.

ઐશ્વર્યા એક્ટર રજનીકાંતને પગે લાગી
ઇવેન્ટમાં જ્યારે રજનીકાંતની એન્ટ્રી થઈ ત્યારે ઐશ્વર્યા રાય તેમને પગે લાગી હતી અને પછી તેમને ભેટી હતી. ઉલ્લેખનીય છે કે 2010માં રિલીઝ થયેલી 'રોબોટ'માં ઐશ્વર્યા તથા રજનીકાંતે કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ચર્ચા છે કે રજનીકાંત તથા ઐશ્વર્યા એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે, પરંતુ હજી સુધી આ અંગે કોઈ કન્ફર્મેશન આવ્યું નથી.

મણિરત્નમને મળવા દોટ મૂકી
ઇવેન્ટમાં મણિરત્નમ આવ્યા ત્યારે ઐશ્વર્યા રાય દોડીને તેમને મળવા આવી હતી. ઉલ્લેખનીય છે કે 1997માં મણિરત્નમની ફિલ્મ 'ઇરુવર'થી ઐશ્વર્યાએ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 'રાવન' તથા ગુરુ'માં મણિરત્નમ સાથે કામ કર્યું હતું.

ઇવેન્ટમાં ઐશ્વર્યા રાય તસવીરોમાં....

ફિલ્મ અંગે શું કહ્યું?
ઐશ્વર્યા રાયે ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં કહ્યું હતું, 'આખી ટીમ માટે આ ફિલ્મ ઘણી જ ખાસ છે. આ ફિલ્મ દરેકના દિલની નજીક છે. મણિરત્નમની સાથે કામ કરવા મળ્યું તે મારા માટે સન્માનની વાત છે.'

ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે
આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે વર્લ્ડવાઇડ રિલીઝ થશે. ફિલ્મ તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ તથા હિંદીમાં રિલીઝ થશે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય ઉપરાંત વિક્રમ, ત્રિશા, કાર્થી, જયરામ રવિ તથા પ્રકાશ રાજ સહિતના કલાકારો છે.

અન્ય સમાચારો પણ છે...