તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Entertainment
 • Bollywood
 • Politician's Daughter Now Actress: Union Education Minister Pokhriyal's Daughter Arushi Is Making Her Debut In The War Film, Before It She Will Be Seen In A Music Video

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેતાની દીકરી હવે હિરોઈન બનશે:કેન્દ્રીય શિક્ષા મંત્રી પોખરિયાલની દીકરી આરુષિ વોર ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે, તેની પહેલાં મ્યુઝિક વીડિયોમાં દેખાશે

24 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
 • કૉપી લિંક

એક્ટર્સ સાથે નેતાઓના પરિવારની પણ આગળની પેઢી ફિલ્મોમાં એન્ટ્રી લઇ રહી છે. આ લિસ્ટમાં કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દીકરી આરુષિ નિશંકનું નામ સામે આવ્યું છે. તેના નજીકના લોકોએ આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે તે એક વોર ફિલ્મ હશે. ફિલ્મના લીડ રોલમાં તાપસી પન્નુ, ભૂમિ પેડનેકર, કીર્તિ કુલ્હારી સાથે અન્ય બે એક્ટ્રેસ હશે. આની સ્ટોરી ડિફેન્સની મહાન 6 મહિલા અધિકારીઓની દરિયાદિલી પર આધારિત છે. ફિલ્મમાં તે કોવર્ટ ઓપરેશન ચલાવે છે અને દુશમન દેશના ખરાબ ઇરાદાઓને અસફળ કરે છે.

મ્યુઝિક આલ્બમમાં પણ દેખાશે આરુષિ
ફિલ્મો પહેલાં આરુષિ એક મ્યુઝિક આલ્બમમાં દેખાશે. તેની જાણકારી તેણે ખુદ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આપી છે. ટી સિરીઝ માટે તેમણે રોહિત સૂચંતી સાથે એક મ્યુઝિક આલ્બમ પણ શૂટ કર્યો છે અને તેનું અનાઉન્સમેન્ટ પણ ટી સિરીઝ ટૂંક સમયમાં કરશે. ટી સિરીઝના અધિકારીઓએ પણ આરુષિની ફિલ્મના ડેવલપમેન્ટની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, 'આ ફીમેલ સેન્ટ્રિક ફિલ્મ હશે. વોર ફિલ્મોમાં અત્યારસુધી મેલ ઓફિસર્સની વીરતા પર ફિલ્મો બનતી રહી છે. મહિલાઓ આધારિત જોઈએ તો બસ એક 'રાઝી' ફિલ્મ છે. આ ફિલ્મનું ટાઇટલ અને બાકી ડિટેલ્સ ધીરે- ધીરે જાહેર કરવામાં આવશે.'

પ્રસૂન જોશીની લીડરશિપમાં ફિલ્મનું ડેવલપમેન્ટ
નિશંક પરિવાર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે, 'ફિલ્મ સાથે પ્રસૂન જોશી પણ જોડાયેલા છે. તે ખુદ પહાડોના રહેવાસી છે અને રમેશ પોખરિયાલના ક્લોઝ પણ છે. આવામાં પ્રસૂન આ પ્રોજેક્ટને પોતાની નજર હેઠળ ડેવલપ કરાવી રહ્યા છે.' ટ્રેડ પંડિતોએ આ ફિલ્મ સાથે જોડાયેલી અમુક અન્ય ડીટેલ્સ પણ શેર કરી છે. તે છે કે આ વોર ફિલ્મના ડિરેક્શન માટે પહેલી પસંદ ફિલ્મ 'ઉરી'ના ડિરેક્ટર આદિત્ય ધર છે અને તેમની સાથે પણ ફિલ્મને લઈને વાત થઇ છે. આદિત્ય હાલ રોની સ્ક્રૂવાલા પ્રોડક્શનની ફિલ્મ 'અશ્વત્થામા'માં વ્યસ્ત છે અને તે જોઈ રહ્યા છે કે તે આ ફિલ્મ માટે કેટલો ટાઈમ બચાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો