તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંત સુસાઈડ કેસ:એક્ટરના મિત્ર સંદીપ સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ, ફેમિલી ફ્રેન્ડે બોલિવૂડને ક્લીન ચિટ આપવાનો આક્ષેપ મૂક્યો

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મિત્ર તથા રૂમ પાર્ટનર રહેલાં પ્રોડ્યૂસર સંદીપ સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સુશાંતના ફેમિલી ફ્રેન્ડ નીલોત્પલ મૃણાલે પુરાવાઓ સાથે છેડછાડ કરવાનો તથા બોલિવૂડના દિગ્ગજોને ક્લીન ચિટ આપવાનો આક્ષેપ મૂક્યો છે.

નીલોત્પલે મુંબઈ ઝોન 9ના DCP અભિષેક ત્રિમુખને ફરિયાદ કરતો પત્ર લખ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે તે સુશાંતના મોટાભાઈ (કઝિન)નો મિત્ર છે. એક્ટરના પિતા જ્યારે અંતિમ સંસ્કાર માટે મુંબઈ આવ્યા ત્યારે તે જ તેમને એરપોર્ટ પર લેવા ગયો હતો. પટના પરત ફર્યાં ત્યારે તે જ મૂકવા ગયો હતો.

તપાસ દરમિયાન સંદીપ કેવી રીતે નિવેદન આપી શકે?
નીલોત્પલે લેટરમાં કહ્યું હતું, ‘સુશાંતનો મિત્ર સંદીપ મીડિયામાં નિવેદન આપી રહ્યાં છે અને ખુલાસો કરે છે કે બધું જ સામાન્ય હતું. જ્યારે પોલીસ તપાસ ચાલતી હોય ત્યારે કોઈ કેવી રીતે નિવેદન આપી શકે?

સર, તે કાયદાથી ઉપર છે? તેઓ માત્ર ઈન્ડસ્ટ્રીમાં સર્વાઈવ કરવા માટે આ બધું કરે છે? આમ કરવાથી જે થોડી ઘણી લોકપ્રિયતા મળી જાય. જો તમે જોશો તો હાલમાં જ સાંસદ રૂપા ગાંગુલીએ ઉલ્લેખ કર્યો હતો કે સુશાંતની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. શું આ વ્યક્તિ પર શંકા ના કરવી જોઈએ. જે લોકો શંકાના ઘેરામાં છે, મીડિયામા જઈને તે લોકોને સપોર્ટ કરી રહ્યાં છે. 

હું તમને નિવેદન કરું છું કે સંદીપ સિંહના મોબાઈલની ફોરેન્સિક તપાસ થવી જોઈએ કે સુશાંતના નિધન બાદ તેમણે કોને-કોને ફોન કર્યો અને તે કેવી રીતે સ્ટેટમેન્ટ આપી શકે.’

સોશિયલ મીડિયામાં પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો
આ પહેલાં નીલોત્પલે સોશિયલ મીડિયામાં પણ સંદીપ સિંહ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું, ‘સંદીપ સિંહ બકવાસ કરે છે અને બોલિવૂડનો પક્ષ કેમ લે છે? હજી તો તેરમુ પણ નથી થયું અને તે એ રીતે બતાવે છે કે જાણે ઈન્ડસ્ટ્રીમાં બધું જ સામાન્ય છે.’

‘તો શું અન્ય લોકો ખોટું બોલી રહ્યાં છે? કોઈ આ વ્યક્તિને ઓળખતું નથી. કોના દબાણમાં આવીને કે પછી કયા આધાર પર આ કરન જોહરનો પક્ષ લે છે. જ્યારે તેમના (સુશાંત)ના પરિવારના સભ્યો તથા ભાઈ નિવેદન આપી ચૂક્યા છે અને મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે તો પછી જે લોકોએ તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો તેવા લોકોની ફેવર કેમ કરે છે?’

‘શું ઈન્સ્ટાગ્રામ તથા ટ્વિટર પોસ્ટ ડિલીટ કરવામાં આ વ્યક્તિનો હાથ નથી ને? મહારાષ્ટ્ર પોલીસે આની પણ પૂછપરછ કરવી જોઈએ.’

સંદીપે મીડિયામાં શું કહ્યું હતું?
સંદીપે થોડાં સમય પહેલાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે સુશાંતની આત્મહત્યા પાછળ કોઈ ખાસ કારણ નહોતું. આથી જ લોકો જે વિચારી રહ્યાં છે કે સુશાંત પાસેથી સાત ફિલ્મ જતી રહી અથવા તેના રિલેશનશિપમાં મુશ્કેલી હતી કે પછી તેની પાસે પૈસા નહોતા. આ તમામ કોરી કલ્પનાઓ છે અને બીજું કંઈ જ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser