બોલિવૂડના સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું આજે રાત્રે 69 વર્ષની વયે નિધન થયું. તેમણે મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સિંગરની અચાનક વિદાયથી ચાહકોને આઘાત લાગ્યો છે. દુનિયાને અલવિદા કહી ચૂકેલા બપ્પી દા તેમના અવાજથી અનેક લોકોના દિલમાં જીવિત રહેશે. સિંગર અને રાજકારણી સહિત અને સેલેબ્સે બપ્પી દાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
પીએમ મોદીએ બપ્પી દા સાથેનો ફોટો શેર કરીને લખ્યું, દરેક જનરેશનને તમારું કામ યાદ રહેશે. તમારી અચાનક વિદાયથી આઘાત લાગ્યો. ૐ શાંતિ.
રાજ્ય સભાના મેમ્બર અને વકીલ જગત પ્રકાશે લખ્યું, બપ્પી દા તેમના આઇકોનિક સિંગિંગથી દરેકના દિલમાં હંમેશાં જીવિત રહેશે. ૐ શાંતિ.
ફોર્મર ક્રિકેટર હરભજન સિંહે લખ્યું, અમે હંમેશાં ડ્રેસિંગ રૂમમાં બપ્પી દાના સોન્ગ સાંભળતા હતા. તેમની વિદાયથી ઘણું દુઃખ થયું.
એક્ટર અજય દેવગણે લખ્યું, હિન્દી ફિલ્મમાં તેમના સોન્ગ હંમેશાં યાદ રહેશે. ૐ શાંતિ દાદા.
અમિત શાહે કહ્યું, ઇન્ડિયન મ્યુઝિક વર્લ્ડમાં બપ્પી દાની ખોટ પડશે. ભગવાન તેમના પરિવારને આ દુઃખમાં હિંમત આપે.
એક્ટર અક્ષય કુમાર લખ્યું, આજે દેશે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો વધુ એક મહામૂલ્ય હીરો ખોઈ દીધો. મ્યુઝિકથી તમે જેટલી પણ ખુશીઓ લાવ્યા તે બદલ તમારો દિલથી આભાર.
બિઝનેસમેન સોહેલ શેઠે પણ બપ્પી દાનો ફોટો શેર કરીને શ્રદ્ધાંજલિ આપી.
ક્રિકેટર યુવરાજ સિંહે પણ બપ્પી દાની અચાનક વિદાય પર દુઃખ વ્યક્ત કર્યું.
સિંગર અરમાન મલિકે કહ્યું, તમે મને જે પ્રેમ અને સપોર્ટ કર્યો તે હું ક્યારેય ભૂલી નહીં શકું.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બપ્પી દા સાથેનો ફોટો શેર કરીને લખ્યું, તમારી મ્યુઝિકલ જર્ની દરેક જનરેશનને યાદ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.