તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિગ્ગજ બંગાળી એક્ટર સૌમિત્ર ચેટર્જીએ રવિવાર, 15 નવેમ્બરના રોજ બપોરે 12.15 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ સૌમિત્રની તબિયત સુધરે તે માટે ડૉક્ટર્સે પૂરતા પ્રયાસ કર્યા હતા પરંતુ તેઓ સફળ થયા નહીં. 85 વર્ષીય સૌમિત્રના અવસાનથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો હતો. તેમના નિધન પર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત બોલિવૂડે શોક પ્રગટ કર્યો હતો.
વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો
મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું, 'શ્રી સૌમિત્ર ચેટર્જીનું મોત સિનેમા, પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ તથા ભારત માટે મોટું નુકસાન છે. તેમણે પોતાના કામથી બંગાળી સંવેદનશીલતા, ભાવના તથા સ્વભાવને દર્શાવ્યો હતો. તેમના જવાથી મને ઘણું જ દુઃખ થયું છે. તેમના પરિવાર તથા ચાહકોને ભગવાન શક્તિ આપે. ઓમ શાંતિ.'
Shri Soumitra Chatterjee’s death is a colossal loss to the world of cinema, cultural life of West Bengal and India. Through his works, he came to embody Bengali sensibilities, emotions and ethos. Anguished by his demise. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) November 15, 2020
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું હતું, 'સૌમિત્ર ચેટર્જીના જવાથી ઈન્ડિયન સિનેમાએ પોતાના એક લિજેન્ડ ગુમાવી દીધા છે. તેમને 'અપુ' ટ્રાયોલોજી તથા સત્યજીત રેની જાણીતી ફિલ્મના પર્ફોર્મન્સ માટે યાદ કરવામાં આવશે. તેમણે એક્ટિંગમાં ઘણો જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેમને દાદાસાહેબ ફાળકે અવોર્ડ, પદ્મભૂષણ સહિતના અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર, ફિલ્મ ઈન્ડસ્ટ્રી તથા વિશ્વભરના તેમના કરોડો ચાહકો પ્રત્યે સંવેદના.'
Soumitra Chatterjee’s performances won him several national and international awards including Dadasaheb Phalke Award, Padma Bhushan and Légion d’Honneur. Condolences to his family, the film fraternity and millions of fans across the world.
— President of India (@rashtrapatibhvn) November 15, 2020
મધુર ભંડારકરે કહ્યું હતું, પદ્મભૂષણ સન્માનિત સૌમિત્ર ચેટર્જીના નિધનથી દુઃખ થયું. 54મા નેશનલ અવોર્ડ ફંક્શન દરમિયાન તેમની સાથે થયેલી વાતચીત હંમેશાં યાદ રહેશે. પરિવાર તથા ચાહકો પ્રત્યે મારી સંવેદના.
Sad to hear demise of Padma Bhushan awardee #SoumitraChatterjee,Will always remember my interaction with Soft spoken actor during 54th National Award function for film #TrafficSignal, which was very encouraging & inspiring. My Condolences to his family & admirers.🎞 #OmShanti 🙏 pic.twitter.com/Jfwy227KRI
— Madhur Bhandarkar (@imbhandarkar) November 15, 2020
U have done so much ..u can rest in peace ... pic.twitter.com/MoASWLUsqQ
— Sourav Ganguly (@SGanguly99) November 15, 2020
The end of an era .. RIP Legend #SoumitraChatterjee 🙏🏽🙏🏽 pic.twitter.com/R3SXayKLcl
— Randeep Hooda (@RandeepHooda) November 15, 2020
Soumitra Chatterjee, Feluda, leaves us. Numb.
— Sayani Gupta (@sayanigupta) November 15, 2020
An era, one generation, a huge legacy gone.
Gave 70 years to the Silver Screen.
💔💔💔💔💔 pic.twitter.com/a0NjOR3QvZ
I grew up watching his films day after day. So working with him in #15ParkAvenue was surreal. He answered all my questions on how it was to work with #SatyajitRay with generosity and warmth. It’s been a privilege, Soumitrada. Rest in peace. pic.twitter.com/cZsjAxsSEC
— Rahul Bose (@RahulBose1) November 15, 2020
End of an Era for Bengali Cinema.There are too many performances of this amazing artists that has enriched our lives for decades to mention a few. World Cinema will celebrate this beautiful man & his art for eternity. Rest in peace. You r Loved and Cherished. #SoumitraChatterjee pic.twitter.com/SE2Z506k6i
— অনির Onir اونیر ओनिर (@IamOnir) November 15, 2020
Tragic loss!! Rest in peace Sir!! Your contribution to the Indian Cinema will always be remembered and inspire the generations to come !! 🙏🙏 https://t.co/lcbbrYMxRR
— manoj bajpayee (@BajpayeeManoj) November 15, 2020
RIP Soumitra Chatterjee! You live on through your work for eternity! Thank you for the movies. A big, big loss to the world of cinema and art. An era has indeed ended with no one in sight to fill the void.💔 pic.twitter.com/ysXiACW6ex
— TheRichaChadha (@RichaChadha) November 15, 2020
બંગાળી સિનેમાના લિજેન્ડ હતા
બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા હતા. સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીએ 14 ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેમણે 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ 'અપૂર સંસાર'થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું હતું અને તેમાંથી બે હિંદી ફિલ્મ 'નિરૂપમા' તથા 'હિન્દુસ્તાની સિપાહી' હતી. હિંદીમાં તેમણે 'સ્ત્રી કા પત્ર' નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ 'સાંજબાતી'માં દેખાયા હતા. સૌમિત્ર પહેલા ભારતીય કલાકાર હતા, જેમને ફ્રાંસનો સૌથી સન્માનિત અવોર્ડ Ordre des Arts et des Lettres આપવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.