તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Playing Cricket In His Free Time During The Shoot, Always Sharing Old Memories On Social Media, See Some Pictures Of Dilip Kumar Never Seen Before

અલવિદા ટ્રેજેડી કિંગ:શૂટિંગ દરમિયાન ફ્રી સમયમાં ક્રિકેટ રમતા હતા, હંમેશાં સોશિયલ મીડિયા પર જૂની યાદો શેર કરતાં હતા, જુઓ દિલીપ કુમારની ક્યારેય ન જોયેલી કેટલીક તસવીરો

2 મહિનો પહેલા
  • શૂટિંગમાંથી સમય કાઢીને દિલીપ સાહેબ ક્રિકેટ રમતા હતા
  • મધુબાલા અને દિલીપ કુમારની અધુરી પ્રેમ કહાની

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. જુઓ દિલીપ સાહેબના જીવનની સફર તસવીરોમાં...

દિલીપ સાહેબનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ બ્રિટિશ ઈન્ડિયાના પેશાવર (અત્યારે પાકિસ્તાનમાં) થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ નાસિકમાં કર્યો હતો.

શૂટિંગમાંથી સમય કાઢીને દિલીપ સાહેબ ક્રિકેટ રમતા હતા. ફોટોમાં એક્ટર મુકરી વિકેટકિપીંગ કરી રહ્યો છે.

1950માં આવેલી ફિલ્મ બાબુલના સેટ પર નરગીસની સાથે દિલીપ કુમાર. 12 જૂન 2021ના રોજ તેમને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ફોટો શેર કરીને ફેન્સને પૂછ્યું હતું કે આ કઈ ફિલ્મના સેટનો ફોટો છે?

આ ફોટો થોડા વર્ષો પહેલા રિશી કપૂરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો હતો. તેમાં મુગલ-એ-આઝમના ડાયરેક્ટર કે.આસિફ પૃથ્વીરાજ કપૂર, મધુબાલા, દિલીપ કુમાર, અને ઈટાલિયન ડાયરેક્ટર રોબર્ટો રોસેલિની સાથે છે. ફોટો 'પ્યાર કિયા તો ડરના ક્યા' ગીતના શૂટિંગ વખતનો છે.

મધુબાલા અને દિલીપ કુમાર લગ્ન કરવા માગતા હતા પરંતુ થઈ શક્યા નહીં. મુગલ-એ-આઝમના શૂટિંગ દરમિયાન બંનેને એકબીજાના ગળા ડૂબ પ્રેમમાં હતા પરંતુ ફિલ્મ પૂરી થતા થતાં તેમનું બ્રેકઅપ થઈ ગયું. આ ફિલ્મ બાદ બંનેએ કોઈ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું.

દિલીપ કુમારનો 94મો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં શાહરૂખ ખાન પણ પહોંચ્યો હતો. સાયરા બાનોએ એક વખત કહ્યું હતું કે, દિલીપ કુમાર શાહરુખને પુત્ર માનતો હતો કેમ કે તેમને કોઈ સંતાન નહોતું.

દિલીપ કુમાર-રાજ કપૂર અને દેવ આનંદને ત્રિમૂર્તિ કહેવામાં આવતા હતા કેમ કે 40-60ના દાયકામાં આ ત્રણ જ સૌથી પોપ્યુલર સ્ટાર્સ હતા. કોઈપણ પાર્ટીમાં જ્યારે ત્રણેય મળતા તો તેમની બોન્ડિંગ જોવા લાયક હતી.

98મા જન્મદિવસ પર લતા મંગેશકરે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને દિલીપ સાહેબને શુભેચ્છા આપી હતી. દિલીપ કુમાર તેમને નાની બહેન માનતા હતા.