તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:‘પીકે’ ફૅમ સાઈ ગુંડેવાર બ્રેન કેન્સરને કારણે 42 વર્ષની ઉંમરમાં અમેરિકામાં નિધન

લોસ એન્જલસ10 મહિનો પહેલા

બોલિવૂડ કલાકાર સાઈપ્રસાદ ગુંડેવારનું લોસ એન્જલસમાં નિધન થયું હતું. 42 વર્ષીય સાઈ છેલ્લાં એક વર્ષથી બ્રેન કેન્સરની સારવાર કરાવતા હતાં. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાગપુરમાં 22 ફેબ્રુઆરી, 1978માં થયો હતો. તેમના નિધન બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો.

ગયા વર્ષે ઓપરેશન કરાવ્યું હતું
42 વર્ષના સાઈને બ્રેન કેન્સર હતું અને તેમણે ગયા વર્ષે પોતાના જન્મદિવસ પર એટલે કે 22 ફેબ્રઆરીના રોજ લોસ એન્જલસમાં બ્રેનનું ઓપરેશન કરાવ્યું હતું. અહીંયા તેઓ કેન્સરની પોસ્ટ ઓપરેટિવ સારવાર કરાવતા હતાં. 

અનિલ દેશમુખે શું ટ્વીટ કરી?
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કરી હતી, એક્ટર સાઈપ્રસાદ ગુંડેવારે ‘પીકે’ સહિતની ફિલ્મમાં કામ કરીને ચાહકોના દિલ જીત્યા હતાં. તેઓ કેન્સર સામે હારી ગયા. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક ટેલેન્ટેડ કલાકાર ગુમાવ્યો છે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

2010માં લાઈમલાઈટમાં આવ્યા હતાં
સાઈએ વર્ષ 2010માં એમટીવીના શો ‘સ્પ્લિટ્સવિલા’માં ભાગ લીધો હતો અને ત્યારબાદ તે લાઈમ લાઈટમાં આવ્યા હતાં. ત્યારબાદ તેમણે અમેરિકન રિયાલિટી શો ‘સર્વાઈવર’ના ઈન્ડિયન વર્ઝનમાં કામ કર્યું હતું. 

આ ફિલ્મમાં જોવા મળ્યાં હતાં
સાઈ ‘રોક ઓન’, ‘ડેવિડ’, સલમાન ખાનની ‘યુવરાજ’ તથા આમિર-અનુષ્કાની ‘પીકે’માં જોવા મળ્યાં હતાં. છેલ્લે સૈફ અલી ખાનની ફિલ્મ ‘બાઝાર’માં જોવા મળ્યાં હતાં. સાઈએ કેટલીક જાહેરાતોમાં પણ કામ પણ કર્યું હતું. તેઓ મુંબઈની હેલ્ધી મીલ (ભોજન) ડિલિવરી સર્વિસ ‘ફૂડીઝમ’ના કો-ફાઉન્ડર હતાં. ઈન્સ્ટાગ્રામમાં તેમણે ઓક્ટોબર, 2019માં છેલ્લી પોસ્ટ શૅર કરી હતી. સાઈને કેન્સરની જંગમાં પત્ની સપના અમીન તથા પેરેન્ટ્સે પૂરતો સાથ આપ્યો હતો. 

‘પીકે’માં સાઈનો રોલ

13 દિવસમાં બોલિવૂડના ચોથા કલાકારનું કેન્સરની મોત

ઉલ્લેખનીય છે કે 13 દિવસની અંદર બોલિવૂડના ચોથા કલાકારનું નિધન કેન્સરને કારણે થયું છે. સૌ પહેલાં 29 એપ્રિલના રોજ 54 વર્ષીય ઈરફાન ખાનનું નિધન એન્ડ્રોન્યૂરોક્રાઈન ટ્યૂમરને કારણે થયું હતું. તેના બીજા જ દિવસે 67 વર્ષીય રિશી કપૂરનું નિધન થયું હતું. રિશી કપૂર છેલ્લાં 2 વર્ષથી લ્યૂકેમિયાના કેન્સરથી પીડાતા હતાં. 10મેના રોજ 52 વર્ષીય ટીવી કલાકાર શફીક અંસારીનું નિધન પેટના કેન્સરને કારણે થયું હતું. હવે, 42 વર્ષના સાઈનું નિધન બ્રેન કેન્સરને કારણે થયું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો