'જેક સ્પેરો' 'વારાણસી'માં:'પાઇરેસ્ટ ઓફ ધ કેરેબિયન' ફૅમ જ્હોની ડેપને ઇન્ડિયન રેસ્ટોરાંમાં કઢી દાઢે વળગી, બિલ 48 લાખ રૂપિયા આવ્યું

લંડન21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્હોની ડેપ જે વાનગી વધી હતી તે ડબ્બામાં પેક કરીને સાથે લઈ ગયો

હોલિવૂડ એક્ટર જ્હોની ડેપ ગયા ગયા અઠવાડિયે પૂર્વ પત્ની અમ્બર હર્ડ સામેનો માનહાનિનો કેસ જીતી ગયો હતો. એક્ટરે ઇંગ્લેન્ડમાં આ વાતની ખુશી મનાવી હતી. જ્હોની મિત્રો સાથે બર્મિંઘમની ઇન્ડિયન રેસ્ટોરાંમાં જમવા ગયો હતો અને અહીંયા 48 લાખ રૂપિયાનું બિલ આવ્યું હતું. નોંધનીય છે કે હાલમાં એક્ટર ઇંગ્લેન્ડની ટૂર પર છે. તેની સાથે લિજેન્ડરી ગિટારિસ્ટ જેફ બેક છે.

સૌ પહેલાં સિક્યોરિટી ટીમ આવી હતી
બર્મિંઘમની સૌથી મોટી રેસ્ટોરાંમાંથી એક વારાણસીમાં સૌ પહેલાં મેનેજર મોહમ્મદ હુસૈન પર ત્રણ વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. મેનેજરને પહેલાં તો લાગ્યું કે કોઈએ મજાક કરી છે. જોકે, પછી એક્ટરની સિક્યોરિટી ટીમ આવી હતી અને તેમણે આખી જગ્યા તપાસી હતી. આ રેસ્ટોરાંમાં એક સાથે 400 લોકો બેસી શકે છે.

અંદાજે 20-22 લોકો હતાં
હોટલના મેનેજરના જણાવ્યા પ્રમાણે, જ્હોની સાંજે સાડા સાત વાગે આવ્યો હતો. તેની સાથે ગિટારિસ્ટ જેક સહિત 20 લોકો હતાં. તેઓ રાતના સાડા અગિયાર સુધી રોકાયા હતા. તેઓ રેસ્ટોરાંના સિદ્ધાર્થ લૉન્જમાં બેઠાં હતાં.

આખી રેસ્ટોરાં બુક કરી હતી
એક્ટરની ટીમે આખી રેસ્ટોરાં બુક કરી હતી. આ જ કારણે આખી રેસ્ટોરાં બંધ કરી દેવામાં આવી હતી. એક્ટર તથા તેની ટીમ સીક્રેટ એન્ટરસમાંથી આવી હતી અને તેથી જ કોઈ તેમને જોઈ શક્યું નહોતું.

મેનેજરનો પરિવાર ને મિત્રો એક્ટરને મળ્યા
મોહમ્મદ હુસૈનનો પરિવાર તથા મિત્રો ખાસ જ્હોની ડેપને મળવા આવ્યા હતા. મોહમ્મદ હુસૈનની ત્રણ દીકરીઓ એક્ટરને મળીને ખુશ થઈ ગઈ હતી. જ્હોની ડેપે તમામે તમામ લોકો સાથે વાત કરી હતી.

બહુ બધી ટીપ આપી
હુસૈને કહ્યું હતું કે એક્ટરની ટીમે આટલી મોટી જગ્યા બુક કરી હતી, પરંતુ તેમણે એકવાર પણ બિલ સામે જોયું નહોતું. આટલું જ નહીં તેમણે ટીપ પણ સારી એવી આપી હતી.

જ્હોની શું જમ્યો?
જ્હોની માટે હોટલના મેનેજરે ખાસ કસ્ટમાઇઝ મેન્યૂ તૈયાર કર્યું હતું. જ્હોનીએ પાપડ, ચટણી બાદ સ્ટાર્ટર્સમાં સીખ કબાબ, ચિકન ટિક્કા, વેજીટેબલ સમોસા, ઝીંગાનો ઓર્ડર કર્યો હતો. મેઇન કોર્સમાં ચિકન ટિક્કા મસાલા, લેમ્બ કડાઈ, પનીર ટિક્કા મસાલા, ફ્રાઇડ ઝીંગા, ભાત, કઢી તથા વિવિધ જાતની નાન મંગાવી હતી. ડેઝર્ટમાં પન્ના કોટ્ટા તથા વેનિલા ચીઝ કેક સર્વ કરવામાં આવી હતી. આટલું જ નહીં જ્હોનીએ રેસ્ટોરાંનું સૌથી મોટું કોકટેલ 'ધ જ્વેલ ઑફ વારાણસી' પણ મગાવ્યું હતું. જ્હોની જે પણ વાનગી વધી હતી તે બધી ડબ્બામાં ભરીને પોતાની સાથે લઈ ગયો હતો.

કઢી દાઢે વળગી
વધુમાં હુસૈને કહ્યું હતું કે જ્હોનીને કઢી સૌથી વધારે ભાવી હતી. એક્ટરે એમ કહ્યું હતું કે તેણે અત્યાર સુધીની બેસ્ટ કઢી અહીંયા ખાધી હતી. જ્હોની રેસ્ટોરાંમાં ચાર કલાક રોકાયો હતો. આ દરમિયાન તે બેવાર મેનેજરની કેબિનમાં 15-20 માટે ગયો હતો.

કેટલું બિલ થયું?
ચાર કલાકમાં જ્હોની ડેપે 50 હજાર પાઉન્ડનું બિલ ચૂકવ્યું હતું. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ 48,67,853 રૂપિયા થાય છે.

અન્ય સમાચારો પણ છે...