નોરાએ ઠગ સુકેશની અવગણના કરી:પિંકીએ BMW તથા મોંઘી ગિફ્ટ્સની ઑફર કરી, એન્જલ બનીને મળતી હતી, નોરાએ કહ્યું- જીજાજીને આપી દો

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇકોનૉમિક અફેન્સિસ વિંગ (EOW)એ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં 15 સપ્ટેમ્બરના રોજ નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. પોલીસના સ્પેશિયલ કમિશ્નર રવિન્દ્ર યાદવે કહ્યું હતું કે એક્ટ્રેસના જીજાજીને 2021માં સુકેશે 65 લાખ રૂપિયાની BMW ગિફ્ટ કરી હતી. આ પહેલાં જેકલિનની 14 સપ્ટેમ્બરના રોજ આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. બંને એક્ટ્રેસિસનું આ કેસમાં કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી.

નોરા ક્યારેય સુકેશને મળી નહોતી
સૂત્રોના મતે, નોરા ક્યારેય ઠગ સુકેશને મળી નહોતી. તેણે માત્ર બેવાર વ્હોટ્સએપમાં વાત કરી હતી. પિંકી ઈરાનીનો કોડ વર્ડ એન્જલ હતો. તે નોરાને એન્જલના નામથી મળતી હતી. EOWના અધિકારીએ કહ્યું હતું કે સુકેશ વારંવાર ઈરાનીના માધ્યમથી નોરાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો. જોકે, નોરા તેની અવગણના કરી હતી. જેકલિન ઠગ સુકેશથી ઘણી જ પ્રભાવિત થઈ ગઈ હતી અને લગ્ન કરવા માગતી હતી.

જેકલિન ઠગ સુકેશને સપનાનો રાજકુમાર માનતી હતી.
જેકલિન ઠગ સુકેશને સપનાનો રાજકુમાર માનતી હતી.

સુકેશે નોરાને BMW ઑફર કરી હતી
દિલ્હી પોલીસે પૂછપરછ માટે નોરા ફતેહી, મહબૂબ ઉર્ફે બોબી ખાન તથા પિંકી ઈરાનીને બોલાવ્યા હતા. નોરાએ કહ્યું હતું કે ઇવેન્ટમાં હાજરી આપવા બદલ સુકેશ તેને BMW કાર ગિફ્ટમાં આપવાનો હતો, પરંતુ તેણે ના પાડી હતી. એક્ટ્રેસે સ્વીકાર્યું હતું કે તેણે આ કાર મહબૂબને ગિફ્ટ કરવાનું કહ્યું હતું.

નોરાએ પોલીસને ચેટના સ્ક્રીનશૉટ પણ બતાવ્યા હતા.
નોરાએ પોલીસને ચેટના સ્ક્રીનશૉટ પણ બતાવ્યા હતા.

EOWના અધિકારીએ કહ્યું હતું કે સુકેશે નોરાને ફોન કર્યો હતો, પરંતુ એક્ટ્રેસે બોબીનો નંબર આપી દીધો હતો. પોલીસે નોરાને સવાલ કર્યો હતો કે તેને ક્યારે લાગ્યું કે સુકેશના કેસમાં કંઈક ગડબડ છે. નોરાએ કહ્યું હતું કે તેને સતત ફોન તથા મેસેજ આવા હતા અને તે ગિફ્ટ્સ બહુ આપતો હતો. નોરાએ સુકેશ અને તેના મેનેજરથી અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું. નોરાએ તમામ સવાલોના જવાબ આપ્યા હતા. જાન્યુઆરીમાં ચંદ્રશેખરે પિંકી ઈરાનીની મદદથી નોરાનો સંપર્ક કર્યો હતો.

નોરાએ સુકેશ સાથેના કોન્ટેક્ટ્સ તોડ્યા
રવિન્દ્ર યાદવે કહ્યું હતું કે જેકલિન માટે મુશ્કેલીઓ વધવાની છે, કારણ કે સુકેશના ક્રિમિનલ રેકોર્ડ્સ બાદ પણ તેણે સંબંધો તોડ્યા નહોતા, પરંતુ નોરાને શંકા જતાં તેણે તરત જ તમામ સંપર્ક તોડી નાખ્યા હતા. ત્રણેયના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યા છે. નોરા આ કેસમાં સાક્ષી બને તેવી શક્યતા છે, પરંતુ હજી તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...