કોરોના કોલર ટ્યુન:અમિતાભ બચ્ચનના અવાજવાળી કોરોના કોલર ટ્યુનથી ત્રાસી જઈને વ્યક્તિ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો, હટાવવા માટે યાચિકા કરી

એક વર્ષ પહેલા

જાન્યુઆરી 2020માં દેશમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ માર્ચ 2020થી દેશમાં લોકડાઉન થયું. આ વચ્ચે કોરોના વાઇરસ અવેરનેસ કોલર ટ્યુન ઘણી ચર્ચામાં રહી જે દરેક કોલ પહેલાં સંભાળતી હતી. ઓક્ટોબર 2020થી કોલર ટ્યુન તરીકે સંભળાતા અમિતાભના અવાજથી ત્રાસી જઈને હવે તેને હટાવવાની માગ થઇ રહી છે. માટે દિલ્હી હાઇકોર્ટમાં એક યાચિકા ફાઈલ થઇ છે.

ફેને પણ થોડા સમય પહેલાં ડિમાન્ડ કરી હતી
એક ફેને તો અમિતાભને સોશિયલ મીડિયા પર જ પૂછી લીધું હતું કે કોરોના કોલર ટ્યુન ક્યારે બંધ થશે? આના પર અમિતાભે જવાબ આપ્યો હતો અને માફી માગી હતી. જવાબમાં અમિતાભે લખ્યું, 'હું દેશ, પ્રાંત અને સમાજ માટે જે પણ કરું છું, તે ફ્રીમાં કરું છું. તમને કષ્ટ પડી રહ્યો છે તો હું માફી માગું છું, પણ આ વિષય મારા હાથમાં નથી.'

અમિતાભે ક્ષમા ત્રિપાઠી નામના ફેન ને જવાબ આપતાં માફી માગી હતી.
અમિતાભે ક્ષમા ત્રિપાઠી નામના ફેન ને જવાબ આપતાં માફી માગી હતી.

કોરોના કોલર ટ્યુનમાં પહેલા જસલીન ભલ્લાનો અવાજ સંભળાતો હતો. આ બંને કોલર ટયુન્સ છેલ્લા 8 મહિનાથી દરેકને સંભળાઈ રહી છે. અગાઉ પણ આને લઈને લોકોએ ઘણાં મીમ્સ બનાવી દીધાં છે. હવે તેને હટાવવા માટે લોકોને કાયદાનો સહારો લેવો પડી રહ્યો છે.

યાચિકા ફાઈલ કરનારને લોકો વધામણી આપી રહ્યા છે
યાચિકાના સમાચાર સાંભળીને લોકો ઘણા ખુશ છે. તેઓ સોશિયલ મીડિયા પર મીમ્સ અને કમેન્ટ્સ મારફતે યાચિકા ફાઈલ કરનારને આભાર કહી રહ્યા છે.