તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ હોમ:શાહરુખ-ગૌરી ખાનના દિલ્હી સ્થિત ઘરની તસવીરો, સામાન્ય લોકો આ રીતે એક દિવસ ઘરમાં રોકાઈ શકશે

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનનો જન્મ દિલ્હીમાં થયો છે અને તે અહીંયા જ મોટો થયો છે. શાહરુખ ખાનના દિલ્હી સ્થિત ઘરને ગૌરી ખાને રિ-ડિઝાઈન કર્યું છે. નવા ઘરની તસવીરો શાહરુખે સોશિયલ મીડિયામાં શૅર કરી છે તો ગૌરી ખાને ઘરનો વીડિયો શૅર કર્યો છે. નવાઈની વાત એ છે કે દિલ્હીના આ ઘરમાં સામાન્ય લોકો આવીને રહી શકે છે. શાહરુખ-ગૌરીએ Airbnb સાથે પાર્ટનરશિપ કરી છે અને તે હેઠળ સામાન્ય લોકોને આ ઘરમાં રહેવાની તક મળશે.

શાહરુખ ખાને ઘરની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'દિલ્હીમાં અમારા જૂનાં દિવસોની અઢળક યાદો છે, આ શહેર અમારા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે. ગૌરી ખાને અમારા દિલ્હી સ્થિત ઘરને બીજીવાર ડિઝાઈન કર્યું છે અને આ ઘરને જૂની યાદો તથા પ્રેમથી ભરી દીધું છે. તમને મહેમાન બનીને આ ઘરમાં રહેવાની તક મળી શકે છે.'

કેવી રીતે ઘરમાં રહેવાની તક મળશે?
દિલ્હી સ્થિત ઘરમાં લગાવવામાં આવેલી એક તસવીરમાં શાહરુખ પોતાના સિગ્નેચર પોઝમાં જોવા મળે છે. Airbnb.com/homewithopenarms પર લોગીન કરીને યુઝર્સે 'open arms welcome'નો અર્થ તેમના માટે શું છે, તે કહેવાનું છે. 30 નવેમ્બર, 2020 સુધી તેઓ પોતાની એન્ટ્રી સબમિટ કરાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે શાહરુખ-ગૌરીનો મુંબઈમાં 'મન્નત' નામનો બંગલો છે. આ બંગલો અંદાજે 200 કરોડની કિંમતનો હોવાનું ચર્ચાય છે.

શાહરુખ ખાન છેલ્લે 2018માં ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કેટરીના કૈફ તથા અનુષ્કા શર્મા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. ત્યારબાદથી શાહરુખ ખાન બિગ સ્ક્રીન પર જોવા મળ્યો નથી. ચર્ચા છે કે શાહરુખ ખાન યશરાજ બેનરની ફિલ્મ 'પઠાન'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનાથી શરૂ થાય તેવી શક્યતા છે.

શાહરુખ ખાનના દિલ્હી સ્થિત ઘરની ખાસ તસવીરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો