તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુપ્લિકેટ:શાહરુખ ખાન જેવો જ દેખાતો ઈબ્રાહિમ કાદરીની તસવીરો વાઇરલ, ચાહકોએ કહ્યું- આંખો પર વિશ્વાસ નથી થતો

મુંબઈ3 મહિનો પહેલા
ઈબ્રાહિમ કાદરી અવારનવાર સો.મીડિયામાં શાહરુખ ખાનના લુકમાં તસવીરો શૅર કરે છે.
  • વધુ એક શાહરુખ ખાનના ડુપ્લિકેટની તસવીરો વાઇરલ

શાહરુખ ખાનના ચાહકોએ એક્ટરનો લુકઅલાઈક સો.મીડિયામાં શોધ્યો છે. ઈબ્રાહિમ કાદરી બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન જેવો જ લાગે છે. ઈબ્રાહિમનું સો.મીડિયા જોવામાં આવે તો તેની અનેક તસવીરો શાહરુખ ખાન સાથે ખાસ્સી મળતી આવે છે.

ડાબી બાજુ શાહરુખ ખાન, જમણી બાજુ ઈબ્રાહિમ કાદરી.
ડાબી બાજુ શાહરુખ ખાન, જમણી બાજુ ઈબ્રાહિમ કાદરી.

શાહરુખ ખાન જેવાં કપડાં પહેરે છે
ઈબ્રાહિમ શાહરુખના ગેટઅપમાં તસવીરો અવારનવાર શૅર કરતો હોય છે. આટલું જ નહીં, તેણે શાહરુખની ફિલ્મ 'રઈસ' તથા 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના સીન ક્રિએટ કરતો હોય છે. તેણે શાહરુખની જેમ લાંબા વાળ, દાઢી તથા મુંછ રાખી છે.

ઈબ્રાહિમ શાહરુખની ફિલ્મના સીન ક્રિએટ કરેલા વીડિયો શૅર કરતો રહેતો હોય છે.
ઈબ્રાહિમ શાહરુખની ફિલ્મના સીન ક્રિએટ કરેલા વીડિયો શૅર કરતો રહેતો હોય છે.

યુઝર્સે કહ્યું, આંખો પર વિશ્વાસ નથી થતો
ઈબ્રાહિમની તસવીરો પર અનેક યુઝર્સ કમેન્ટ્સ કરતા હોય છે, જેમાં કેટલાક યુઝર્સે કમેન્ટ કરી હતી, 'મને મારી આંખો પર વિશ્વાસ જ નથી થતો.' તો કેટલાકે કહ્યું હતું, 'યાર ક્યારેક કન્ફ્યુઝન થઈ જાય છે અને પછી આઈડી ચેક કરવું પડે છે.' અન્ય એક યુઝરે કહ્યું હતું, 'આ કઈ રીતે શક્ય છે...રિયલી...'

'રઈસ' ફિલ્મના શાહરુખના ગેટઅપમાં ઈબ્રાહિમ કાદરી.
'રઈસ' ફિલ્મના શાહરુખના ગેટઅપમાં ઈબ્રાહિમ કાદરી.
ઈબ્રાહિમ કાદરી.
ઈબ્રાહિમ કાદરી.

થોડાં વર્ષ પહેલાં જોર્ડનમાં શાહરુખનો ડુપ્લિકેટ મળ્યો હતો
થોડાં વર્ષ અગાઉ ચાહકોએ જોર્ડનમાં શાહરુખ ખાનનો ડુપ્લિકેટ શોધી કાઢ્યો હતો. આ ડુપ્લિકેટનું નામ અક્રમ અલ ઈસાવી છે અને તે ફોટોગ્રાફર છે. 2017માં જમ્મુ-કાશ્મીરનો હૈદર મકબૂલની તસવીરો પણ શાહરુખ ખાનના ડુપ્લિકેટ તરીકે વાઈરલ થઈ હતી.

અક્રમ અલ ઈસાવીને શાહરુખની જેમ ગાલમાં ડિમ્પલ પણ પડે છે.
અક્રમ અલ ઈસાવીને શાહરુખની જેમ ગાલમાં ડિમ્પલ પણ પડે છે.
જમ્મુ-કાશ્મીરનો હૈદર મકબૂલ.
જમ્મુ-કાશ્મીરનો હૈદર મકબૂલ.

'પઠાન'માં વ્યસ્ત
શાહરુખ ખાન છેલ્લે 2018માં ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. આનંદ એલ. રાયની આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. ફિલ્મમાં અનુષ્કા શર્મા તથા કેટરીના કૈફ હતી. હાલમાં શાહરુખ ખાન યશરાજ બેનરની ફિલ્મ 'પઠાન'માં કામ કરી રહ્યો છે. ફિલ્મમાં દીપિકા તથા જોન અબ્રાહમ છે. આ ફિલ્મમાં સલમાનનો કેમિયો હોવાની પણ ચર્ચા છે. જોકે હજી સુધી શાહરુખ કે યશરાજ બેનરે આ ફિલ્મ અંગે ઓફિશિયલ પૃષ્ટિ કરી નથી.

સો.મીડિયામાં અવારનવાર આસ્ક મી સેશન યોજે છે
શાહરુખ ખાન સો.મીડિયામાં અવારનવાર 'આસ્ક મી' સેશન યોજીને ચાહકો સાથે સંપર્કમાં રહે છે.