• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Pictures Are Yet To Come ... Sequels Of Record 14 Other Films Are Coming This Year, So Far 11 Sequels Have Proved To Be Blockbusters, 54 Hits ...

ભાસ્કર રિસર્ચ:પિક્ચર્સ અભી બાકી હૈ... આ વર્ષે વિક્રમી 14 અન્ય ફિલ્મોની સિક્વલ આવી રહી છે, અત્યાર સુધીમાં 11 સિક્વલ બ્લોકબસ્ટર, 54 હિટ સાબિત થઈ છે...

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અક્ષય કુમાર, અભિનેતા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અક્ષય કુમાર, અભિનેતા - ફાઇલ તસવીર
  • બોલિવૂડમાં 98 ફિલ્મોની 157 સિક્વલ બની, ‘ખિલાડી’ની સૌથી વધુ 8 ફિલ્મો

બોલિવૂડમાં સિક્વલનો નવો યુગ શરૂ થઈ ચૂક્યો છે. આ વર્ષે વિક્રમી 14 ફિલ્મોની સિક્વલ હજુ આવવાની છે. આ અગાઉ 67 વર્ષના ઈતિહાસમાં 98 ફિલ્મોની કુલ 157 સિક્વલ બની છે. જેમાંથી 11 બ્લોકબસ્ટર, 54 હિટ અને 74 ફ્લોપ રહી છે. 18 ફિલ્મોનું સ્ટેટસ સ્પષ્ટ થઈ શક્યું નથી. સૌથી વધુ 8-8 ફિલ્મો (ખેલાડી અને નંબર-1) સીરિઝ આવી ચૂકી છે. હિન્દી ફિલ્મોમાં સૌ પ્રથમ સિક્વલ 1943માં આવી હતાં. નામ હતી- ‘હંટરવાલી કી બેટી’. જે 1935માં આવેલી ફિલ્મ ‘હંટરવાલી’ની સિક્વલ હતી.

સિક્વલ... જે આ વર્ષે આવવાની છે

એક વિલેન રિટર્નસ8 જુલાઈ
પુષ્પા-2ડિસેમ્બર
ઓહ માય ગોડ-216 મે
ભેડિયા (સ્ત્રી)25 નવેમ્બર
હિરોપંતી-229 એપ્રિલ
ભુલભુલૈંયા-220 મે
ગો ગોવા ગોન-28 ડિસેમ્બર

તારીખ નક્કી નહીં

  • ગદર-2
  • લવ-સેક્સ-ધોખા-2
  • ગોલમાલ-5
  • દોસ્તાના-2
  • બાગી-4
  • ફુકરે-3
  • ખુદા હાફિઝ-2

અક્ષયે સૌથી વધુ 12 સિક્વલ કરી

  • સિક્વલવાળી સૌથી વધુ 12 ફિલ્મો કરવાનો રેકોર્ડ અક્ષય કુમારના નામે છે. ‘ખિલાડી’ સીરિઝની 8 અને હાઉસફૂલ સીરિઝની 4 ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
  • યાદીમાં સલમાન ખાન (8) બીજા, ગોવિંદા(6) ત્રીજા, અજય દેવગણ (5) ચોથા સ્થાને છે.

આ સૌથી વધુ કમાણીવાળી સિક્વલ

ફિલ્મકમાણી
સિમ્બા399
દબંગ-2254
ટાઈગર જિંદા હૈ571
ધૂમ-3585
હાઉસફૂલ-4280
ફિલ્મકમાણી
ગોલમાલ અગેઈન311
રેસ-3305
કૃષ-3292
બાગી-2253
ડોન215

​​​​​​​સિક્વલ આવવામાં સૌથી વધુ 33 વર્ષના ગેપનો રેકોર્ડ

​​​​​​​1978માં આવેલી ફિલ્મ ‘અખિયોં કે ઝરોંખે સે..’ની સિક્વલ 33 વર્ષ બાદ ‘જાના પહચાના’ નામથી આવી હતી. કોઈ પણ ફિલ્મની સિક્વલ આવવાનો આ અત્યાર સુધીનો સૌથી લાંબો સમય છે. જોકે, ફિલ્મ ‘જાના પહચાના’ ફ્લોપ રહી હતી. અલગ-અલગ પ્લેટફોર્મ પર તેને 5માંતી 1-2 રેડિંગ જ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...