તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવંગત એક્ટરની અચીવમેન્ટ:બાળકોને ફેમિલી વેલ્યૂ સમજાવવા સુશાંત સિંહ રાજપૂતની તસવીર બંગાળી સ્કૂલના પુસ્તકમાં સામેલ

મુંબઈ5 મહિનો પહેલા

સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂતની તસવીર બંગાળી સ્કૂલની ટેકસ્ટ બુકમાં સામેલ કરવામાં આવી છે. આ તસવીર સુશાંતની સિરિયલ 'પવિત્ર રિશ્તા'માંથી લેવામાં આવી છે. આ તસવીરમાં અંકિતા લોખંડે તથા તેના દીકરાનો રોલ પ્લે કરનાર ચાઈલ્ટ આર્ટિસ્ટ પણ જોવા મળે છે. કહેવાય છે કે આ તસવીરનો ઉપયોગ બાળકોને ફેમિલી વેલ્યૂ બતાવવા માટે કરવામાં આવ્યો છે, જેમાં સુશાંતને પિતા તરીકે બતાવવામાં આવ્યો છે.

સુશાંતના મિત્રે તસવીર શૅર કર્યો
સુશાંતની મિત્ર સ્મિતા પરીખે ટેકસ્ટ બુકની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. તસવીર શૅર કરીને કહ્યું હતું, 'એક પ્રાઈમરી બંગાળી બુકે ફેમિલી તથા ફાધર ફિગર સમજાવવા માટે અમારા પ્રેમાળ સુશાંતની તસવીર પબ્લિશ કરી. મને ગર્વ છે. આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે અમારું એજ્યુકેશન બોર્ડ પણ તેને સૌથી સારો માને છે.'

સુશાંતના ચાહકો ખુશ થયા
સુશાંત માટે સતત ન્યાયની લડાઈ લડતાં તેના ચાહકો આ અચીવમેન્ટ પર ઘણાં જ ખુશ છે. એક યુઝરે કમેન્ટ બોક્સમાં કહ્યું હતું, 'જસ્ટ બ્યૂટીફૂલ. માનવ હતો જ એવો કે માનવતાની ઓળખ બની ગયો.' અન્ય એક યુઝરે કહ્યું હતું, 'વાહ, હું બસ તેને જ જોઈ રહી છું. તે પર્ફેક્ટ પિતા જેવો લાગે છે. તેની 'છિછોરે' યાદ કરો. આ ફિલ્મ જોયા બાદ હું બહુ જ રડી હતી.' અન્ય એક યુઝરે કહ્યું હતું, 'એમાં કોઈ શંકા નથી કે SSR સૌથી સારો છે. અમને તેના પર ગર્વ છે. હંમેશાં. સુશાત તું બહુ જ યાદ આવે છે. લવ યુ સો મચ બેટા.'

વિજ્ઞાનના પુસ્તકમાં પણ સુશાંત
આ પહેલાં સુશાંતની તસવીર બંગાળની પ્રાઈમરી સ્કૂલની સાયન્સની બુકમાં જોવા મળી હતી, જેમાં વ્યક્તિ તથા જાનવરોમાં અંતર સમજાવવામાં આવ્યું હતું.

2020માં સુશાંતનું મોત
14 જૂન, 2020માં સુશાંત સિંહ રાજપૂત પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળ્યો હતો. દોઢ મહિના બાદ તેના પિતા કેકે સિંહે પટનામાં રિયા તથા તેના પરિવાર વિરુદ્ધ FIR કરી હતી. હાલમાં આ કેસ CBI પાસે છે. કેસની તપાસ હજી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...