તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ મૂકનાર બોલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ પાસે ન્યાયની અપીલ કરી છે. તેણે PM, ગૃહમંત્રીની સાથે સાથે રાષ્ટ્રીય મહિલા પંચના પ્રમુખ રેખા શર્માને ટૅગ કરીને ટ્વીટ કરી હતી. પાયલે કહ્યું હતું, 'મારા મિત્ર તથા મેનેજરને અનુરાગ કશ્યપ તરફથી રેફરન્સ તરીકે મારી ફિલ્મ 'ઉસરાવેલ્લી' જોવા માટે કહ્યું હતું, કારણ કે અમે એક પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે મળવાના હતા. મિસ્ટર કશ્યપે કારણ વગર મારી તથા મારા કો-સ્ટાર (જુનિયર NTR) સાથેના સંબંધો ખરાબ કર્યા હતા. હું હજી પણ ન્યાયની રાહ જોઈ રહી છું.'
પાયલે અનુરાગ પર ગંભીર આક્ષેપ મૂક્યો
આ પહેલાંની ટ્વીટમાં પાયલે અનુરાગ પર ગંભીર આક્ષેપો મૂક્યા હતા. તેણે પોતાની એક ડિલિટેડ ટ્વીટ શૅર કરી હતી. આ ટ્વીટમાં તેણે દાવો કર્યો હતો કે અનુરાગ કશ્યપે તેના તથા જુનિયર NTR વચ્ચે શારીરિક સંબંધો હોવાની હિંટ આપી હતી. આ ટ્વીટમાં એક્ટ્રેસે એ પણ દાવો કર્યો હતો કે અનુરાગે તેની સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસિસ એક કૉલ પર તેનો સાથ આપવા માટે તૈયાર રહે છે.
My friend and manager had asked Mr. Kashyap to see my film as a reference as we were supposed to meet for the discussion of a project. Mr. Kashyap maligned my relation with my costar without any truths..@narendramodi @HMOIndia @sharmarekha still waiting for Justice 🙏🏼 https://t.co/nfnsMY9a38
— Payal Ghosh (@iampayalghosh) November 4, 2020
પાયલે ડિલિટેડ ટ્વીટની પ્રિન્ટ સ્ક્રીન તથા પોતાની મેનેજર સાથે થયેલા ચેટના સ્ક્રીન શોટ શૅર કરીને કહ્યું હતું, 'હવે તો તમને ખ્યાલ છે કે જ્યારે હું અનુરાગ કશ્યપને મળી તો તેમણે અંતે કેમ ખાસ કરીને જુનિયર NTRનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે 'ઉસરાવેલ્લી' ટીવી પર ચાલતી હતી. મારી મેનેજરે મને અનુરાગ કશ્યપને આ ફિલ્મ બતાવવાની કહી હતી, કારણ કે અમારી મિટિંગ 'હંસી તો ફંસી'ની કાસ્ટિંગ માટે થવાની હતી. જોકે, આ મારા જીવનની ભયંકર ઘટના બની ગઈ.'
Now you know why the absurd kashyap specifically talked about #jnrntr cos d time I met him #oosaravelli was on TV & my manager asked me 2 show kashyap the film for reference as the meeting was for #haasitohphasi but ended up with a disastrous incident of my life. pic.twitter.com/kihwPJaPTg
— Payal Ghosh (@iampayalghosh) November 3, 2020
22 સપ્ટેમ્બરે રેપનો કેસ કર્યો હતો
પાયલે 22 સપ્ટેમ્બરના રોજ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ રેપનો કેસ કર્યો હતો. એક્ટ્રેસનો આક્ષેપ હતો કે 2013માં કશ્યપે વર્સોવામાં યારી રોડની એક જગ્યાએ તેની પર રેપ કર્યો હતો. અનુરાગની વિરુદ્ધ દુષ્કર્મ, ખોટું વર્તન, ખોટા ઈરાદાથી રોકવી તથા મહિલાનું અપમાન કરવાની કલમ હેઠળ કેસ કર્યો છે. જોકે, પોલીસ પૂછપરછમાં અનુરાગે આ આક્ષેપોને ખોટાં ગણાવ્યા છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.