નિધન:રાજકુમાર રાવની ગર્લફ્રેન્ડ પત્રલેખાના પિતા અજીત પૉલનું અવસાન, એક્ટ્રેસે સો. મીડિયા પર લખ્યું, ‘તમે કંઈ કહ્યા વગર ચાલ્યા ગયા’

9 મહિનો પહેલા
એક્ટ્રેસ પત્રલેખા સો. મીડિયા પર ઈમોશનલ પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું
  • પત્રલેખાએ ઈમોશનલ પોસ્ટમાં પિતાના અવસાનનું કારણ ના કહ્યું
  • 2014થી રાજકુમાર રાવ અને પત્રલેખા રિલેશનમાં છે

એક્ટર રાજકુમાર રાવની ગર્લ ફ્રેન્ડ અને ‘સિટીલાઈટ’, ‘નાનુ કી જાનુ’ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ પત્રલેખાના પિતા અજીત પૉલનું અવસાન થયું છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પિતાનો હાર ચઢાવેલો ફોટો પોસ્ટ કરીને ઈમોશનલ પોસ્ટ લખી છે. જો કે, પોસ્ટમાં પિતાના અવસાનનું કારણ કહ્યું નથી.

પત્રલેખાએ પોસ્ટમાં શું લખ્યું?
પિતા માટે ઈમોશનલ પોસ્ટમાં લખ્યું, ‘હું ગુસ્સે છું. હું દુઃખી છું. મારી પાસે શબ્દો પૂરા થઇ ગયા છે, આ દુઃખ મને તોડી રહ્યું છે. તમે કંઈ કહ્યા વગર ચાલ્યા ગયા. આઈ લવ યુ. અમે હંમેશાં તમારો ભાગ રહ્યા અને તમે અમારામાં હંમેશાં જીવતા રહેશો. મને આશા છે કે મેં તમને ગર્વ અનુભવ કરાવ્યો છે. અમને સુંદર જિંદગી આપવા માટે આભાર. તમે અમને સારી જિંદગી આપવા માટે ઘણી મહેનત કરી. તમે સૌથી સારા પિતા અને પતિ હતા. તમે અમને પ્રેમ કર્યો. તમારા બધા મિત્રો મને કહી રહ્યા છે કે, તમે સારા મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક હતા. સી યુ પપ્પા. આઈ લવ યુ.’

2014થી રાજકુમાર રાવ અને પત્રલેખા રિલેશનમાં છે
પત્રલેખાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘અમે બંને એકબીજાની કંપની એન્જોય કરી રહ્યા છીએ. અમે બંને એકબીજાને ઘણી સ્પેસ પણ આપીએ છીએ. પ્રોફેશનલ કામમાં ક્યારેય વચ્ચે આવતા નથી. તે મને મારી સ્ક્રિપ્ટ્સ વિશે પૂછતો નથી કે હું પણ તેના અપકમિંગ પ્રોજેક્ટ વિશે ટોકતી નથી.અમે પ્રથમવાર ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા’માં મળ્યા હતા. પહેલાં અમે સારા મિત્ર બન્યાં અને પછી ખબર પડી અમે બંને એકબીજા માટે જ બન્યાં છીએ. અમારી લવ સ્ટોરી ફિલ્મી જેવી નથી. બંનેમાંથી કોઈએ ત્રણ મેજિકલ શબ્દો આઈ લવ યુ ક્યારેય બોલ્યા નથી. અમે બંને એકબીજાને અનહદ પ્રેમ કરીએ છીએ અને અમને ખબર છે કે આ વિશ્વાસ હંમેશાં રહેશે.’

‘અમારી વચ્ચે દોસ્તી વધારે છે’
લગ્નના પ્રશ્ન પર પત્રલેખાએ કહ્યું કે, ‘હાલ અમે બંને પોતપોતાની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત છીએ. આવનારા એક-બે વર્ષ સુધી લગ્નનો કોઈ વિચાર નથી. સમય આવશે ત્યારે તે બંધનમાં પણ જોડાઈશું. અમે સારા મિત્રો છીએ જેને લીધે આ રિલેશન સારું છે.’

પત્રલેખાએ 2014માં રિલીઝ થયેલી ડિરેક્ટર હંસલ મહેતાની ફિલ્મ ‘સિટીલાઈટ’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું.