સુશાંત સુસાઈડ કેસ / સુશાંતના કેસ માટે SP વિનય કુમાર તિવારી પટનાથી મુંબઈ જવા રવાના થયા, બહેન શ્વેતાએ ફરીથી પીએમ મોદી પાસે ન્યાય માટે આજીજી કરી

Patna City SP Vinay Kumar Tiwari Left Mumbai For Investigation In Sushant Singh Rajput Case
X
Patna City SP Vinay Kumar Tiwari Left Mumbai For Investigation In Sushant Singh Rajput Case

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 02:16 PM IST

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં રોજ કંઈક નવા વળાંક આવી રહ્યા છે, મહારાષ્ટ્ર પોલીસની બિહાર પોલીસને કોઈ મદદ ન કરતા હોવાના સમાચાર પછી હવે SP વિનય કુમાર તિવારી મુંબઈ જવા માટે રવાના થઇ ગયા છે. આની પહેલાં મુંબઈ પોલીસે સુશાંતના ડોક્યુમેન્ટ બિહાર પોલીસને ન આપ્યા હોવાની વાત પણ સામે આવી છે.

બિહારના DGPએ કહ્યું, અમને સાથ મળી રહ્યો નથી
DGP ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, ‘આ કેસમાં મુંબઈ પોલીસ અમારી મદદ કરી રહી નથી. તેમણે અમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ નથી આપ્યો કે સીસીટીવી ફૂટેજ કે અત્યાર સુધીની તપાસમાં જે માહિતીઓ સામે આવી છે તે પણ જણાવી નથી. સુશાંતનો કેસ મોટી મિસ્ટ્રી થઈ ગઈ છે. તેની પરથી પડદો ઉઠવો જ જોઈએ. આ કેસની સાચી હકીકત જલ્દી સામે આવવી જોઈએ. બિહાર પોલીસ તપાસ માટે સક્ષમ છે. પરિવારજનો ઈચ્છે છે કે આ કેસ CBIને સોંપવામાં આવે. આ કેસમાં જેને આરોપી કહી રહ્યા છે તે બધા ભાગી રહ્યા છે. બિહાર પોલીસ સહેલાઈથી આ કેસને હાથમાંથી છૂટવા નહિ દે. હકીકત સામે લાવીને રહીશું.’

ચાવી બનાવનારાની પૂછપરછ
આ દરમિયાન પટના પોલીસ ચાવી બનાવનારાની પૂછપરછ પણ કરવાના છે. તેને સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીએ 14 જૂને દરવાજો તોડવા માટે બોલાવ્યો હતો. હાલમાં જ બિહાર પોલીસે સુશાંત ડેથ સીન રિક્રિએટ કર્યો હતો અને સાથે જ નોકરોની પૂછપરછ પણ કરી હતી.

સુશાંતની બહેન શ્વેતાએ એકવાર ફરીથી વડાપ્રધાન મોદી પાસે તેના ભાઈ માટે ન્યાયની માગ કરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી