'પઠાન'નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. રિલીઝ પહેલાં જ ફિલ્મે કમાણીના રેકોર્ડ બનાવવાની શરૂઆત કરી હતી. 'પઠાન'ની મૂવી ટિકિટ્સના ભાવ મોંઘા છે. દિલ્હી, ગુરુગ્રામ સહિત NCRમાં 'પઠાન'ની ટિકિટ 1600-2400 રૂપિયાની વચ્ચે વેચાઈ રહી છે. અમદાવાદની વાત કરીએ તો અહીંયા 800-1240ના ભાવે ટિકિટ મળી રહી છે. કિંગ ખાનને મોટા પડદે જોવા માટે ચાહકો હજારો રૂપિયા આપવા તૈયાર છે.
ગુરુગ્રામના એમ્બિએન્સ મૉલમાં 2400માં 'પઠાન'ની ટિકિટ
સો.મીડિયામાં એક પોસ્ટ ચર્ચામાં છે. અહીંયા ગુરુગ્રામના એમ્બિએન્સ મૉલમાં 'પઠાન'ની ટિકિટ 2400, 2200 તથા 2000માં વેચાઈ રહી છે. મોંઘી ટિકિટ હોવા છતાં થિયેટરના તમામ શો ફુલ છે.
દિલ્હીના મલ્ટીપ્લેક્સમાં 2000થી 2200 સુધીની કિંમત
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દિલ્હીના અનેક મલ્ટીપ્લેક્સમાં ફિલ્મની ટિકિટ 2000થી 2200 સુધી વેચાઈ રહી છે. મોર્નિંગ શોનો ભાવ 1000 રૂપિયા છે. ઇવનિંગ તથા નાઇટ શોની ટિકિટનો ભાવ વધારે છે. એડવાન્સ બુકિંગ પ્રમાણે, પહેલા દિવસે ફિલ્મે 18 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ ઓપનિંગ વીકેન્ડમાં 150-200 કરોડની કમાણી કરી શકે છે.
અમદાવાદમાં શું સ્થિતિ છે?
વાત તો અમદાવાદની કરવામાં આવે તો અહીંયા ટાઇમ સિનેમામાં ટિકિટનો ભાવ 1140-1240 રૂપિયાની આસપાસ છે. અમદાવાદના ઘણાં થિયેટરમાં મોર્નિંગ શોના 500 તો નાઇટ શોના 800 રૂપિયા છે. ટિકિટનો આટલો ભાવ હોવા છતાં કેટલાક શો હાઉસફુલ થઈ ગયા છે તો કેટલાંક હાઉસફુલ થવાની તૈયારીમાં છે.
લખનઉનમાં થિયેટર હાઉસફુલ
માત્ર એડવાન્સ બુકિંગમાં લખનઉનું IMAX થિયેટર 25 ને 26 એમ બંને દિવસ હાઉસફુલ છે.
'KGF' ને 'વૉર'નો રેકોર્ડ તોડશે?
'પઠાન'નું એડવાન્સ બુકિંગ 58% કરતાં વધુ થઈ ગયું છે. હૃતિકની 'વૉર' તથા યશની 'KGF 2'એ એડવાન્સ બુકિંગથી 20 કરોડનું કલેક્શન કર્યું હતું. આ બંને ફિલ્મનો રેકોર્ડ 'પઠાન' તોડશે તેમ માનવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.