વિદેશ બાદ દેશમાં પણ 'પઠાન'ની ધમાલ:એડવાન્સ બુકિંગમાં એક લાખથી વધુ ટિકિટ વેચાઈ, અંદાજે 10 હજાર સ્ક્રીન્સમાં રિલીઝ થશે

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન'ને રિલીઝ થવાને આડે માંડ ગણતરીના દિવસો રહ્યા છે. દેશમાં 'પઠાન'નું આજથી (20 જાન્યુઆરી) એડવાન્સ બુકિંગ સંપૂર્ણ રીતે શરૂ થઈ ગયું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે એડવાન્સ બુકિંગમાં 1,17,000 ટિકિટ વેચાઈ ચૂકી છે. નોંધનીય છે કે આ પહેલાં ફિલ્મે વિદેશમાં પણ એડવાન્સ બુકિંગમાં દમદાર શરૂ્આત કરી હતી.

બોક્સ ઓફિસ પર સુનામી આવી
તરણ આદર્શે 'પઠાન'ને બોક્સ ઓફિસ સુનામી લોડિંગ કહીને કહ્યું હતું, 'PVRમાં 'પઠાન'ની 51 હજાર ટિકિટ વેચાઈ ચૂકી છે, આઇનોક્સમાં 38,500 તો સિનેપોલિસમાં 27,500 ટિકિટ વેચાઈ છે. તરણના મતે આ તમામ આંકડા એડવાન્સ બુકિંગ શરૂ થાય તે પહેલાના છે. બુકિંગના આ આંકડા ગુરુવાર (19 જાન્યુઆરી)ની રાતના 11 વાગ્યા સુધીના છે.

ચાહકોએ આખું થિયેટર બુક કરાવ્યું
ગેટી ગેલેક્સી થિયેટર તથા મરાઠા મંદિર એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર મનોજ દેસાઈએ કહ્યું હતું, 'હા, આ વાત સાચી છે કે શાહરુખ ખાનના ચાહકોએ આખું થિયેટર બુક કરાવ્યું છે. 12 વાગ્યા પહેલાંનો કરાવ્યો છે. એક્ઝિબિટર્સે સ્ક્રીનિંગ જલ્દી શરૂ કરાવવાની ડિમાન્ડ કરી છે, પરંતુ પહેલો શો કેટલા વાગ્યોનો હશે તેની માહિતી શુક્રવારે જ મળશે. હાલમાં તો ફેન ક્લબે આખો શો બુક કરાવ્યો છે.'

અંદાજે 10 હજાર સ્ક્રીન્સ પર ફિલ્મ રિલીઝ થશે
આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે. હિંદીમાં આ ફિલ્મ 4500 સ્ક્રીન્સમાં તથા તમિળ-તેલુગુમાં 5000 સ્ક્રીન્સ પર રિલીઝ થશે. આ આ ફિલ્મ 9500 સ્ક્રીન્સ પર રિલીઝ થશે.

જર્મનીમાં 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
કન્નડ સ્ટાર યશની 'KGF 2'એ જર્મનીમાં 144 હજાર યુરો (1.2 કરોડ)નો બિઝનેસ કર્યો હતો. ગયા વર્ષે મણિરત્નમની ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન 1'એ 155 હજાર યુરો (અંદાજે 1.36 કરોડ)નો વકરો કર્યો હતો. વાત હવે 'પઠાન'ની કરીએ તો આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 150 હજાર યુરો (અંદાજે 1.32 કરોડ) જેટલું થઈ ગયું છે. જર્મનીમાં 'પઠાન'ના ઓપનિંગ વીકેન્ડ માટે 8500 ટિકિટ વેચાઈ છે, જેમાં 4000 ઓપનિંગ ડે માટે છે.

ફિલ્મ હજી સુધી રિલીઝ થઈ નથી અને એડવાન્સ બુકિંગ આટલું થઈ ગયું છે. 'KGF 2'નું લાઇફ ટાઇમ કલેક્શન જેટલું હતું, તેટલું તો 'પઠાન'નું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. 2016માં શાહરુખની ફિલ્મ 'દિલવાલે'એ 143 હજાર યુરો (અંદાજે 1.25 કરોડ)નો બિઝનેસ કર્યો હતો. જર્મનીમાં શાહરુખ પોતાનો જ રેકોર્ડ તોડશે તેંમ માનવામાં આવે છે.

અમેરિકા ને ઓસ્ટ્રેલિયામાં જોરદાર બુકિંગ
શાહરુખ માટે અમેરિકા એક મોટું માર્કેટ રહ્યું છે. અમેરિકામાં 'પઠાન'ની અંદાજે 23 હજાર ટિકિટ વેચાઈ ગઈ છે. એડવાન્સ બુકિંગમાંથી 350 હજાર ડૉલર (2.8 કરોડ રૂપિયા)ની કમાણી થઈ છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો એડવાન્સ બુકિંગમાંથી અંદાજે 80 હજાર ઓસ્ટ્રેલિયન ડૉલર (45 લાખ રૂપિયા)નું ગ્રોસ કલેક્શન થયું છે. ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ડ ડે માટે 3000 ટિકિટનું વેચાણ થયું છે. સંયુક્ત અરબ અમીરાતમાં 3500 ટિકિટ વેચાઈ છે.

100 કરોડમાં ફિલ્મના રાઇટ્સ વેચાયા
શાહરુખની આ ફિલ્મના મીડિયા રાઇટ્સ અંદાજે 100 કરોડમાં વેચાયા છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા, આશુતોષ રાણા મહત્ત્વના રોલમાં છે.

KRKનો દાવો ફિલ્મની ટિકિટ 40% સુધી મોંઘી હશે
KRK (કમાલ આર ખાન)એ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ફિલ્મના પ્રોડ્યૂસર આદિત્ય ચોપરાએ એક્ઝિબિટર્સને 'પઠાન'ની ટિકિટના ભાવ 40% સુધી વધારવાનું કહ્યું છે અને આમ કરવાથી પાંચ દિવસમાં સારું કલેક્શન કરી શકાશે. જોકે, એક્ઝિબિટર્સ ભાવ ઓછા રાખવાનું કહે છે. KRK માને છે કે ટિકિટનો ભાવવધારવાનો નિર્ણય ફિલ્મ મેકર્સ માટે યોગ્ય રહેશે નહીં. જોકે, હજી સુધી ફિલ્મની ટિકિટની કિંમત અંગે સત્તાવાર રીતે કંઈ પણ કહેવામાં આવ્યું નથી.

ફર્સ્ડ ડે કલેક્શન 40 કરોડ રૂપિયા હશેઃ KRK
અન્ય એક પોસ્ટમાં KRKએ દાવો કર્યો હતો કે અનઑફિશિયલ એડવાન્સ બુકિંગ ધમાલ મચાવી રહ્યું છે. પહેલા દિવસે 2 શો પૂરી રીતે ફુલ થઈ ચૂક્યા છે. શુક્રવારે જ્યારે ઑફિશિયલ એડવાન્સ બુકિંગ શરૂ થશે ત્યાં સુધી ફિલ્મે 40 કરોડનું કલેક્શન કરી લીધું હશે. આમિરની ફિલ્મ 'ઠગ્સ ઑફ હિન્દુસ્તાન'એ પહેલા દિવસે 55 કરોડનો વકરો કર્યો હતો.'

'સારું ઓપનિંગ એટલે ફિલ્મ સારણી કમાણી કરે તેવું નહીં'
અન્ય એક પોસ્ટમાં KRKએ કહ્યું હતું, 'રણબીર કપૂરની 'બેશરમ' ફિલ્મે પહેલા દિવસે 24 કરોડની કમાણી કરી હતી, પરંતુ લાઇફટાઇમ કલેક્શન 49 કરોડ જ રહ્યું. 'ઠગ્સ ઑફ હિન્દુસ્તાન'એ ફર્સ્ટ ડે કલેક્શન 55 કરોડ કર્યું હતું, પરંતુ ફિલ્મે 140 કરોડનું લાઇફટાઇમ કલેક્શન કર્યું. આથી એ વાત સ્પષ્ટ છે કે બિગ ઓપનિંગ ફિલ્મનો ટોટલ બિઝનેસ નક્કી કરતી નથી.'

અન્ય સમાચારો પણ છે...