તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લાનિંગ ફોર OTT:‘મુંબઈ સાગા’ પહેલાં પરિણીતિ ચોપરાની ફિલ્મ ‘સાઈના’નું ડિજિટલ પ્રીમિયર થશે, જ્હોન અબ્રાહમનાં સ્ટેટમેન્ટને લીધે પ્લાન બદલાઈ ગયો

2 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • ‘મુંબઈ સાગા’ 19 માર્ચે થિયેટરમાં રિલીઝ થઇ હતી
  • 26 માર્ચના રોજ પરિણીતિ ચોપરા સ્ટારર ‘સાઈના’ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઇ હતી

કોરોના મહામારી દરમિયાન ગયા મહિને 26 માર્ચના રોજ પરિણીતિ ચોપરા સ્ટારર ‘સાઈના’ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઇ હતી. બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલની જિંદગી પર બનેલી આ ફિલ્મ દર્શકોને થિયેટર સુધી લાવવામાં સફળ ના રહી. આ દરમિયાન એવું સાંભળવા મળ્યું છે કે મેકર્સ ટૂંક સમયમાં ફિલ્મ એમઝોન પ્રાઈમ પર રિલીઝ કરવાના છે.

‘સાઈના’ને પહેલા રિલીઝ કરવાનું કારણ
નજીકનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, સાઈના પ્રથમ બોલિવૂડ ફિલ્મ છે જેને મહામારી પછી પ્રાઈમ વીડિયોએ તેના ડિજિટલ પ્રીમિયર માટે ખરીદી છે. શરુઆતનાં પ્લાન પ્રમાણે, જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશમીની ફિલ્મ ‘મુંબઈ સાગા’ થિયેટર રિલીઝ પછી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની હતી, પરંતુ જ્હોનના એક સ્ટેટમેન્ટને લીધે આખો પ્લાન ચેન્જ કરવો પડ્યો. તે પોતાની ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માગતો નહોતો. આ જ કારણે ટીમે હવે સાઈનાને પહેલા રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર 23 એપ્રિલે થશે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થશે.

જ્હોનનું સ્ટેટમેન્ટ શું હતું?
જ્હોન અબ્રાહમ તેની ફિલ્મ ‘મુંબઈ સાગા’ને OTT પર રિલીઝ કરવાને વિરુદ્ધ હતો. એક સ્ટેટમેન્ટમાં તેણે કહ્યું હતું, જો તમે ટ્રેક રેકોર્ડ જોશો તો ખબર પડશે કે OTT પ્લેટફોર્મ પર આવેલી બધી ફિલ્મ ખરાબ હતી. મને એટલો કોન્ફિડન્સ છે કે મારી ફિલ્મ મોટી સ્ક્રિન માટે છે. મુંબઈ સાગામાં હીરોઈઝ્મ છે, બિગ સ્કેલ છે તો મેં નક્કી કર્યું હતું કે તે મોટા પડદે જ રિલીઝ થશે. આ ફિલ્મ OTT માટે નહોતી. મુંબઈ સાગા 19 માર્ચે થિયેટરમાં રિલીઝ થઇ હતી.