બાબુ ભૈયાનો ફની જવાબ:યુઝરે લખ્યું, ‘પરેશ રાવલનું અવસાન થયું’, એક્ટરે લખ્યું, ‘ગલતફેમી બદલ માફ કરો, સવારે 7 વાગે તો હું સૂતો હતો’

એક વર્ષ પહેલા
માર્ચ મહિનામાં પરેશ રાવલે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો, એ પછી તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • પરેશ રાવલના ટ્વીટ પછી તેમના ફેન્સે જોરદાર મીમ્સ બનાવ્યા
  • મીમ્સમાં યુઝર્સે કોમેડી ડાયલોગ વાપર્યા

શુક્રવારે સોશિયલ મીડિયા પર પરેશ રાવલના મૃત્યુના સમાચાર વાઈરલ થયા, પરંતુ આ એક અફવા હતી અને બાબુ ભૈયાએ આ અફવાની પુષ્ટિ પોતાના અંદાજમાં કરી. એક્ટરે સોશિયલ મીડિયા પર યુઝરને જોરદાર જવાબ આપ્યો. કોરોનાટાઈમમાં ઘણા દિવસોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સેલેબ્સના મૃત્યુની અફવાઓ વાઈરલ થઇ રહી છે. તેમાં મુકેશ ખન્ના, લકી અલી જેવા ઘણા સ્ટાર્સ સામેલ છે.

પરેશે જોરદાર જવાબ આપ્યો
લાફ્ટર હાઉસ નામનાં યુઝરે લખ્યું કે, આજે સવારે 7 વાગ્યે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ એવા પરેશ રાવલનું અવસાન થયું. યુઝરની આ પોસ્ટ શેર કરીને પરેશે લખ્યું, ગલતફેમી માટે માફ કરજો કારણકે હું સવારે 7 વાગે તો સૂતો હતો.

યુઝરની પોસ્ટ
યુઝરની પોસ્ટ
બાબુ ભૈયાનો જવાબ
બાબુ ભૈયાનો જવાબ

માર્ચ મહિનામાં પરેશ રાવલે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો, પરંતુ માત્ર 17 દિવસની અંદર તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, હજુ સુધી તેમણે બીજો ડોઝ લીધો નથી. પરેશ રાવલના ટ્વીટ પછી તેમના ફેન્સે જોરદાર મીમ્સ બનાવ્યા. મીમ્સમાં યુઝર્સે કોમેડી ડાયલોગ વાપર્યા.

વર્ષ 1984-85માં પ્રથમ ફિલ્મ આવી હતી
પરેશ રાવલના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 1984માં આવેલી ‘હોલી’ ફિલ્મથી થઇ હતી. 1993માં ‘સર’ અને 1994માં ‘છોકરી’ માટે બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટરનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. પરેશ રાવલ ગુજરાતી થિયેટર ઉપરાંત ટીવી શોમાં પણ કામ કરતા રહે છે.