મહિમાની ફજેતી:પરદેશની અભિનેત્રી મહિમા ચૌધરીએ રાજ કૌશલના નિધન પર હસતાં હસતાં વાત કરી, યુઝર્સે કહ્યું- શરમ વેચી ખાધી છે

4 મહિનો પહેલા
  • રાજ કૌશલની સાથેની યાદો મહિમાએ શેર કરી. જણાવ્યું કે, તે અને રાજ કેવી રીતે મુંબઈમાં ફરતા હતા

મંદિરા બેદીના પતિ રાજ કૌશલના નિધનથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી શોકમાં છે. માત્ર 49 વર્ષની ઉંમરમાં રાજના નિધનથી ઘણા સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું છે. પરંતુ ‘પરદેશ’ ફેમ એક્ટ્રેસ મહિમા ચૌધરીએ જ્યારે રાજ કૌશલના નિધન વિશે વાત કરી ત્યારે વાત કરવાની સ્ટાઈલ અને વાતનો ટોન તેની મુશ્કેલીનું કારણ બન્યા. હકીકતમાં મુંબઈના માર્કેટમાં જ્યારે પેપરાઝીએ તેને રાજ વિશે સવાલ પૂછ્યો તો તે હસતાં હસતાં વાત કરતી જોવા મળી. જ્યારે તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ તો યુઝર્સે મહિમાને ટ્રોલ કરી. એક યુઝરે કહ્યું કે, આ લોકોએ શરમ વેચી ખાધી છે.

દીકરીની સાથે મુંબઈના માર્કેટમાં મહિમા જોવા મળી હતી
મહિમા મુંબઈના માર્કેટમાં પોતાની દીકરી અરિયાનાની સાથે જોવા મળી. આ દરમિયાન તેને પેપરાઝીએ જોઈ ગયા અને ફોટો ક્લિક કરવા લાગ્યા. જ્યારે તેને કૌશલના નિધન વિશે પૂછ્યું તો મહિમાએ પોતાની યાદો શેર કરી. જણાવ્યું કે, તે અને રાજ કેવી રીતે મુંબઈમાં ફરતા હતા. આ દરમિયાન મહિમાએ પોતાના મોબાઈલ પર રાજના બાળપણનો એક ફોટો પણ બતાવ્યો. રાજ વિશે વાતચીત દરમિયાન મહિમા હસતી હતી. આ તસવીર જ્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ તો યુઝર્સે મહિમાને ખરું-ખોટું સંભળાવ્યું. એક યુઝરે તેને અસંવેદનશીલ તો બીજા યુઝરે તેને શરમજનક ગણાવી. એક યુઝરે કહ્યું કે, કોઈના મૃત્યુ પર પણ આ લોકો હસતાં હસતાં જ જશે.

વેલેન્ટાઈન્સ ડે પર રાજ અને મંદિરાએ લગ્ન કર્યા હતા
રાજને બુધવાર સવારે 4:30 વાગ્યે હાર્ટ-અટેક આવ્યો હતો અને હોસ્પિટલ લઈ ગયા એ પહેલાં જ તેણે ઘરે અંતિમ શ્વાસ લીધા. મંદિરાએ પતિની અર્થીને કાંધ આપી હતી. મંદિરા સાથે રાજની પહેલી મુલાકાત 1990માં ફિલ્મમેકર મુકુલ આનંદના ઘરે થઈ હતી. તે સમયે રાજ આનંદનો ચીફ આસિસ્ટન્ટ હતો. આ તે સમય હતો જ્યારે મંદિરા 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ના કારણે લાઈમલાઈટમાં આવી હતી. રાજની સાથે મંદિરાની નિકટતા ત્યારે વધી જ્યારે એક ઓડિશનના કારણે બંને મ