તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોક્યો પેરાલિમ્પિક:ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો, અક્ષય કુમાર સહિત બોલિવૂડ સેલેબ્સે શુભેચ્છા પાઠવી

મુંબઈ25 દિવસ પહેલા

34 વર્ષીય ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં ચીનની ખેલાડી ઝાઉ યિંગને હરાવીને ફર્સ્ટ સિલ્વર મેડલ પોતાને નામે કર્યો છે. ભાવિનાની જીતથી આખો દેશ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે બોલિવૂડના અનેક સેલેબ્સે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવવા પર શુભેચ્છા પાઠવી છે.

અક્ષય કુમારે કહ્યું હતું, પોતાના મેડલથી ઈતિહાસ રચવા માટે આભાર ભાવિના પટેલ. તારી ટેલેન્ટ તથા દૃઢતા જોઈને આશ્ચર્ય થયું.

અભિષેકે ભાવિનાની તસવીર શૅર કરીને કહ્યું હતું, ફરી એકવાર વિજય. બેસ્ટ પર્ફોર્મન્સથી સિલ્વર મેડલ જીતનાર ભાવિના અમારી પ્રશંસાનો સ્વીકાર કર.

કરીનાએ કહ્યું હતું, ભાવિના પટેલે ટેબલ ટેનિસ સિંગલ્સમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો. નેહા ધૂપિયાએ પણ તસવીર શૅર કરીને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સેલેબ્સે શુભેચ્છા પાઠવી...