તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

'મિર્ઝાપુર'ના કાલીન ભૈયાનો ઘટસ્ફોટ:પંકજ ત્રિપાઠીએ કહ્યું- મારા ગામડાના ઘરમાં આજે પણ ટીવી નથી, બાબુજીએ મારી એક પણ ફિલ્મ જોઈ નથી

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
'મિર્ઝાપુર'ની બીજી સિઝન 23 ઓક્ટોબરથી શરૂ થશે

'મિર્ઝાપુર'માં કાલીન ભૈયાનું પાત્ર ભજવતા પંકજ ત્રિપાઠીએ હાલમાં જ કહ્યું હતું કે તેમના ગામડાના ઘરમાં આજે પણ ટીવી નથી, કારણ કે તેમના પિતાને ફિલ્મ જોવી પસંદ નથી. 44 વર્ષીય પંકજ ત્રિપાઠીએ એક ઈન્ટરવ્યૂમાં પિતા સાથેના સંબંધો પર વાત કરી હતી. પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે તેમના પિતાએ તેમની એક પણ ફિલ્મ આજ સુધી જોઈ નથી.

બાબુજી સાથે વધુ વાતચીત થતી નથી
વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં પંકજે કહ્યું હતું, 'હું મારા બાબુજી સાથે વધુ વાતો કરતો નથી. મારા જીવનમાં શું ચાલે છે અને કેમ ચાલે છે? તેઓ બેસીને આ અંગે વાત કરતા નથી. તેમણે મને ક્યારેય કંઈ કરતા અટકાવ્યો નથી. નાનપણમાં જ્યારે મેં તેમને કહ્યું હતું કે હું એક ડ્રામામાં કામ કરું છું અને છોકરીનો રોલ કરું છે. તો પણ તેમણે મને કંઈ જ કહ્યું નહોતું. જ્યારે મેં તેમને કહ્યું કે હું ડ્રામા સ્કૂલ માટે દિલ્હી જાઉં છું તો તેમણે એટલું જ પૂછ્યું હતું કે તને નોકરી તો મળી જશે ને? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે હા મળી જશે.'

'મિર્ઝાપુર' અંગે તેમને કંઈ જ ખબર નથી
પંકજે આગળ કહ્યું હતું, 'મિર્ઝાપુર' સીરિઝ શું છે? તે બાબુજીને ખબર જ નથી. તેમને એટલી જ ખબર છે કે હું ફિલ્મમાં કામ કરું છું. હું જ્યારે પણ ગામડે જાઉં ત્યારે એટલું જ પૂછે કે તારું બધું ઠીક છે ને? તો હું હા પાડીને કહું છે કે બધું ઠીક છે.'

મારી એક પણ ફિલ્મ જોઈ નથી
પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું, 'મારા બાબુજીએ આજ સુધી મારી એક પણ ફિલ્મ થિયેટરમાં જોઈ નથી. ક્યારેક કોઈએ લેપટોપ કે ટેબલેટમાં મારી ફિલ્મના એકાદ સીન બતાવ્યા હશે. તે ટીવી જોતા નથી. તેમને ટીવી બિલકુલ પસંદ નથી. મારા ગામડાના ઘરમાં આજે પણ ટીવી નથી. મેં અનેક વાર કહ્યું કે ટીવી લાવી દઈએ તો તમે મારી ફિલ્મ તો જોઈ શકો. જોકે, તેઓ બસ એક જ વાત કહે છે કે ટીવી નથી જોઈતું.'

પંકજ ત્રિપાઠી ગોપાલગંજ, બિહારના છે
પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજના છે. તેમના પિતાનું નામ પંડિત બનારસ ત્રિપાઠી અને માતાનું નામ હિમવંતી દેવી છે. ચાર ભાઈ-બહેનમાંથી પંકજ સૌથી નાના છે. પંકજે 2004માં ફિલ્મ 'રન'માં નાનકડો રોલ કરીને બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, 2012માં આવેલી ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી લોકપ્રિયતા મળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો