તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોગીને મળ્યા નિહલાની:ભગવાન રામ પર આધારિત 'અયોધ્યા કી કથા' બનાવી રહ્યા છે પહલાજ નિહલાની, યુપી સીએમને ભેટ કર્યું ફિલ્મનું પોસ્ટર

4 મહિનો પહેલા

દિગ્ગ્જ ફિલ્મમેકર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના પૂર્વ ચેરમેન પહલાજ નિહલાનીએ બુધવાર સાંજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત લીધી. તેમની સાથે રાઇટર સંજય માસુમ પણ હતા. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં નિહલાનીએ જણાવ્યું કે યુપીમાં બે ફિલ્મોનું શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ, જેમાં એક 'અયોધ્યા કી કથા' છે.

મુખ્યમંત્રીને ભેટ કર્યું પોસ્ટર
પહલાજ નિહલાનીએ યુપીના સીએમને 'અયોધ્યા કી કથા'નું પોસ્ટર ભેટ કર્યું છે. યુપીના સીએમ ઓફિસના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર નિહલાની અને યોગીની મુલાકાતનો ફોટો શેર કરવામાં આવ્યો છે.

ભગવાન પર આધારિત હશે ફિલ્મ
ફિલ્મ 'અયોધ્યા કી કથા' ભગવાન રામ પર આધારિત હશે, જેમાં અયોધ્યાની સાંભળી ન હોય તેવી સ્ટોરી સાથે આ ઐતિહાસિક શહેરની ઝલક પણ જોવા મળશે. એવું જણાવાઈ રહ્યું છે કે આ ફિલ્મ મારફતે યુવાનોને ભગવાન રામની પૌરાણિક સ્ટોરી મોટા પડદે જોવા મળશે.

બીજી ફિલ્મ 'અનાડી ઇઝ બેક'
'અયોધ્યા કી કથા' સિવાય પહેલાજ નિહલાની જાન્યુઆરી 2021થી એક અન્ય ફિલ્મ 'અનાડી ઇઝ બેક'નું શૂટિંગ પણ યુપીમાં કરશે. આ ફિલ્મમાં રણદીપ હૂડા અને મિથુન ચક્રવર્તી લીડ રોલમાં છે.

'યુપીમાં શૂટિંગની પરવાનગી સરળ'
યોગી સાથે મુલાકાત બાદ નિહલાનીએ તેમના સ્ટેટમેન્ટમાં કહ્યું, 'ઉત્તર પ્રદેશમાં ફિલ્મસિટીના નિર્માણથી લોકલ આર્ટિસ્ટને અવસર અને કામ મળશે. આનાથી ટુરિઝમ વધશે. યુપી તેની વિવિધતા અને ઐતિહાસિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિને કારણે શૂટિંગ માટે ઘણી અનુકૂળ જગ્યા છે. ફિલ્મ મેકર્સને અહીંયા સબસિડી મળે છે અને શૂટિંગ માટે પરવાનગી પણ સરળતાથી મળી જાય છે.

રાઇટરને સ્ટોરીની શોધ
આ દરમ્યાન બોબી દેઓલ સ્ટારર વેબ સિરીઝ 'આશ્રમ'થી પોતાની ઓળખ બનાવનાર ડાયલોગ રાઇટર સંજય માસૂમે કહ્યું, 'હું ઉત્તર પ્રદેશને ફિલ્મ નિર્માણનું કેન્દ્ર બનાવીને અલગ- અલગ જિલ્લાની સ્ટોરી શોધી રહ્યો છું.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો