તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદોમાં રિશી કપૂર:પદ્મિની કોલ્હાપુરેએ સંભળાવ્યો કિસ્સો, સેટ પર બે વાર આગ લાગી તો રિશી કપૂરે તેમનો જીવ બચાવ્યો હતો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

આ વીકેન્ડ ઇન્ડિયન આઇડલ 12માં બે વેટરન એક્ટ્રેસ અને બહેનપણીઓ પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ઢિલ્લન ગેસ્ટ તરીકે હાજર રહેશે. શોના કન્ટેસ્ટન્ટ પવનદીપનું 'હોગા તુમસે પ્યારા કૌન' અને 'યહ ઝમીન' પરનું પરફોર્મન્સ જોઈને પદ્મિનીને અમુક જૂની વાતો યાદ આવી જાય છે. પદ્મિની દિવંગત એક્ટર રિશી કપૂરને લઈને ઘણી વાતો કરતા દેખાશે જેની સાથે તેમણે ઘણી ફિલ્મો કરી છે.

બે વખત આગથી બચાવ્યા
શોમાં પદ્મિનીએ રિશી કપૂર વિશે વાત કરતા ખુલાસો કર્યો કે તેમણે તેને બે વાર આગમાં બળતા બચાવ્યા નહીં તો તે જીવ ખોઈ બેસતા. પદ્મિનીએ જણાવ્યું કે 'હોગા તુમસે પ્યારા કૌન' સોન્ગના શૂટિંગ દરમ્યાન આખા સેટ પર આગ લાગી ગઈ હતી.

આ સિવાય 'પ્રેમ રોગ 'ના શૂટિંગ દરમ્યાન પણ એવું જ થયું હતું પણ બંને વાર રિશીજીએ આવીને તેમને બચાવી લીધા. પદ્મિનીએ કહ્યું- 'રિશીજી ન માત્ર સારા એક્ટર પણ એક સારા માણસ પણ હતા. તે હંમેશાં બીજાની મદદ માટે આગળ રહેતા હતા અને મારી મદદ તેમણે બે વખત કરી ત્યારબાદ તેમના માટે માન વધી ગયું. તે હંમેશાં યાદોમાં રહેશે.' રિશી કપૂરનું નિધન 30 એપ્રિલે ગયા વર્ષે થયું.

10 વર્ષની ઉંમરમાં એક્ટિંગ કરિયર શરૂ કર્યું
10 વર્ષની ઉંમરમાં પદ્મિનીએ ફિલ્મ 'ઇશ્ક ઇશ્ક ઇશ્ક'માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે એક્ટિંગ કરિયર શરૂ કર્યું હતું. ત્યારબાદ 'સત્યમ શિવમ સુન્દરમ', 'સાજન બિના સસુરાલ', 'થોડી સી બેવફાઈ' જેવી ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. 1980માં આવેલી ફિલ્મ 'ઇન્સાફ કા તરાજૂ'માં પોતાની એક્ટિંગ માટે તેમને પહેલીવાર ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો.

15 વર્ષની ઉંમરમાં તેમણે લીડ એક્ટ્રેસ તરીકે ફિલ્મ 'જમાને કો દિખાના હૈ'માં કામ કર્યું. આ સિવાય તેમણે 'પ્રેમરોગ', 'વિધાતા', 'પ્યાર ઝૂકતા નહીં', 'સૌતન', 'વો સાત દિન', 'સ્વર્ગ સે સુંદર', 'પ્યાર કે કાબિલ', 'દાતા', 'ફટા પોસ્ટર નિકલા હીરો' જેવી ફિલ્મોમાં કામ કર્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો