તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ લાઈફ:ફિલ્મના સેટ પર પ્રોડ્યુસરને દિલ આપી બેઠા હતા પદ્મિની કોલ્હાપુરે, 21 વર્ષની ઉંમરે ભાગીને લગ્ન કર્યા હતા

20 દિવસ પહેલા
 • કૉપી લિંક

પદ્મિની કોલ્હાપુરેના દીકરા પ્રિયાંક શર્માએ 4 ફેબ્રુઆરીએ પોતાની ગર્લફ્રેન્ડ શઝા મોરાની જોડે લગ્ન કર્યા છે. આ લગ્નમાં પદ્મિની કોલ્હાપુરેના ફ્રેન્ડ્સ ભાગ્ય શ્રી, જૂહી ચાવલા સહિતના સેલેબ્સે હાજરી આપી હતી. પદ્મિનીએ બોલિવુડની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમા કામ કરી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેમનો જન્મ 1 નવેમ્બર, 1965ના રોજ મહારાષ્ટ્રના એક પરિવારમાં થયો હતો.

10 વર્ષની ઉંમરમાં એક્ટિંગ કરિયરની શરૂઆત
10 વર્ષની ઉંમરે પદ્મિનીએ ફિલ્મ ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક’માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. ત્યારબાદ ‘સત્યમ શિવમ સુંદરમ્’, ‘સાજન બિના સસુરાલ’, ‘થોડી સી બેવફાઈ’ જેવી ફિલ્મોમા ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. 1980માં આવેલી ‘ઈન્સાફ કા તરાજુ’માં તેમને એક્ટિંગ માટે પ્રથમ વખત ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો.

15 વર્ષની ઉંમરે તેમણે લીડ એક્ટ્રેસ તરીકે ‘જમાને કો દિખાને હૈ’માં કામ કર્યું. આ સિવાય તેમણે ‘પ્રેમ રોગ’, ‘વિધાતા’, ‘પ્યાર જુકતા નહિ’, ‘સૌતન’, ‘વો સાત દિન’, ‘સ્વર્ગ સે સુંદર’, ‘પ્યાર કે કાબિલ’, ‘દાતા’, ‘ફટા પોસ્ટ નિકલા હીરો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

તેમણે ભાગીને લગ્ન કર્યા હતા
પદ્મિનીએ માત્ર 21 વર્ષની ઉંમરે ભાગીને લગ્ન કર્યા હતા. વાત એમ છે કે એક ફિલ્મમાં તેઓ પ્રોડ્યુસર પ્રદીપ શર્માથી પ્રેમ કરી બેઠા. બંને લગ્ન કરવા માગતા હતા પરંતુ પરિવારની મંજૂરી નહોતી. છેવટે બંનેએ ભાગીને લગ્ન કર્યા.

બંનેની મુલાકાત ‘એસા પ્યાર કહાં’ (1986)ના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી તેમના કો સ્ટાર હતા. ડાયરેક્ટર સદાનાની આ ફિલ્મમાં પ્રોડ્યુસર પ્રદીપ શર્મા હતા. પદ્મિનીનો પરિવાર પ્રદીપ સાથે તેમનાં સંબંધથી નાખુશ હતો.

કારણ એ હતું કે બંને અલગ અલગ કમ્યુનિટીથી બિલોન્ગ કરતા હતા. બંનેએ પદ્મિનીના પરિવારને મનાવવા ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ તે સફળ રહ્યા નહિ. આખરે એક દિવસ તેમણે ભાગીને લગ્ન કર્યા. 14 ઓગસ્ટ, 1986ના રોજ બંનેએ લગ્ન કર્યા હતા. તેમનો એક દીકરો છે તેનું નામ પ્રિયાંક છે.

લતા મંગેશકર સંબંધી
પદ્મિનીની નાની બહેનનું નામ તેજસ્વિની કોલ્હાપુરે છે. તેઓ અમુક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમની મોટી બહેન શિવાંગીના લગ્ન શક્તિ કપૂર સાથે થયા છે. એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પદ્મિનીની ભાણી છે.

પ્રિન્સ ચાર્લ્સને કિસ કરી હતી
પદ્મિની કન્ટ્રોવર્સી સાથે પણ સંકળાયેલા છે. વાત 1980ની છે જ્યારે પ્રિન્સ ચાર્લ્સ ભારત યાત્રા પર આવ્યા હતા. જોકે તેમને Z સિક્યોરિટી મળી હોવાની ચિંતા કર્યા વગર પદ્મિનીએ તેમના ગાલ પર જબરદસ્તી કિસ કરી હતી. ઘણા દિવસો સુધી આ વાત ચર્ચાનું કેન્દ્ર બની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો