'બ્રહ્માસ્ત્ર' વર્ષની બિગ ઓપનર બનશે?:એડવાન્સ બુકિંગમાં પહેલા દિવસ માટે એક લાખથી વધુ ટિકિટ વેચાઈ, RRRનો રેકોર્ડ તોડે તેવી શક્યતા

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રણબીર-આલિયા સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 2 સપ્ટેમ્બરના રોજ શરૂ થયું હતું. ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનર બની શકે છે. ફિલ્મના ફર્સ્ડ ડે શોના 3 નેશનલ થિયેટર ચેનમાં અત્યાર સુધી કુલ 1.5 લાખથી વધુ ટિકિટ એડવાન્સમાં વેચાઈ ચૂકી છે.

વીકેન્ડમાં 2 લાખ ટિકિટ સોલ્ડ
પહેલાં દિવસની સાથે સાથે ફિલ્મની વીકેન્ડ ટિકિટ પણ ઝડપથી વેચાઈ રહી છે. અત્યાર સુધી વીકેન્ડ માટે ફિલ્મની 2 લાખ ટિકિટ એડવાન્સ વેચાઈ ચૂકી છે. માનવામાં આવે છે કે આ આંકડો વધી શકે છે. કોરોનાકાળ બાદથી હિંદી ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. આ પહેલાં '83'ની ડે વનની 1.17 લાખ ટિકિટ વેચાઈ હતી.

'ભૂલભુલૈયા'નો રેકોર્ડ તોડ્યો
2022નો એડવાન્સ બુકિંગ ગ્રોસ કલેક્શનનો રેકોર્ડ 'ભૂલભુલૈયા' પાસે હતો, પરંતુ 'બ્રહ્માસ્ત્ર'એ આ રેકોર્ડ તોડી નાખ્યો છે. રણબીરની આ ફિલ્મ એડવાન્સ બુકિંગથી સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ છે. કાર્તિકની ફિલ્મે પહેલા દિવસે 14 કરોડનો બિઝનેસ કર્યો હતો. ટ્રેડ પંડિતોને આશા છે કે 'બ્રહ્માસ્ત્ર'નું ઓપનિંગ ડે કલેક્શન 25-30 કરોડની આસપાસ રહેશે.

'KGF 2' સૌથી મોટી ઓપનર
'KGF ચેપ્ટર 2' વર્ષ 2022ની બિગ ઓપનર છે. આ ફિલ્મે ફર્સ્ડ ડેએ 54 કરોડની કમાણી કરી હતી. આ રેકોર્ડ તોડવો મુશ્કેલ છે. એડવાન્સ બુકિંગ જોતા ચર્ચા છે કે 'બ્રહ્માસ્ત્ર' એસ એસ રાજમૌલિની ફિલ્મ 'RRR'નો ઓપનિંગ ડે રેકોર્ડ તોડી શકે છે. આ ફિલ્મે 20 કરોડનો બિઝનેસ કર્યો હતો.

કોરોનાકાળ પહેલાં આ ફિલ્મને બિગ ઓપનિંગ મળ્યું હતું.
કોરોનાકાળ પહેલાં અનેક ફિલ્મને દમદાર ઓપનિંગ મળ્યું હતું, જેમાં 'મિશન મંગલ', 'ટાઇગર જિંદા હૈ', 'સંજુ', 'દંગલ' તથા 'સુલ્તાન' સહિતની ફિલ્મ્સ સામેલ છે.

હાઇકોર્ટે શું આદેશ આપ્યો?
લાઇવ લૉના અહેવાલ પ્રમાણે, દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ જ્યોતિ સિંહે 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મના કો-પ્રોડ્યૂસર સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની અરજી પર અંતરિમ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે રિલીઝ સમયે ફિલ્મ ઑનલાઇન લીક થાય કે પાઇરસીને કારણે મેકર્સને આર્થિક નુકસાન થાય છે. આ કારણે ફિલ્મ પર ખરાબ અસર પડે છે.

પાઇરસી વિરુદ્ધ આકરા પગલાં લેવાની જરૂર
હાઇકોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે આ માત્ર કહેવાથી કોઈ ફેર પડવાનો નથી. પાઇરસી વિરુદ્ધ આકરા પગલાં લેવાની જરૂર છે. નકલી સાઇટ્સના માધ્યમથી કૉપીરાઇટની સામગ્રીનું સ્ક્રીનિંગ અથવા ઑનલાઇન લીક વિરુદ્ધ એક્શન લેવાની જરૂર છે.