તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરલ વીડિયો:ઘરની બહાર પાપારાઝીને શરબત પીવડાવતો જોવા મળ્યો સોનુ સૂદ, રાખી સાવંતના તેને વડાપ્રધાન બનાવી દેવાના નિવેદન પર કહ્યું - હું સામાન્ય માણસ જ ઠીક છું

2 મહિનો પહેલા

એક્ટ્રેસ રાખી સાવંતે હાલમાં જ સોનુ સૂદને દેશનો વડાપ્રધાન બનાવવાની વાત કરી હતી. હવે રાખીના આ નિવેદન પર સોનુનું રિએકશન સામે આવ્યું છે. સોનુ સૂદનો તેના ઘરની બાહરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નમ્રતાથી સોનુ કહે છે કે હું સામાન્ય માણસ જ ઠીક છું

જે જ્યાં છે તે ત્યાં ઠીક, હું સામાન્ય માણસ જ ઠીક છું
હકીકતમાં, વાઈરલ થયેલા વીડિયોમાં સોનુ સૂદ ઘણા લોકો અને પાપારાઝીને ઘરની બહાર સખત તડકામાં શરબત પીવડાવતો નજરે પડે છે. આ દરમિયાન, પાપારાઝીએ સોનુ સૂદને કહ્યું કે ઘણા લોકો ઇચ્છે છે કે તમારે દેશનો વડાપ્રધાન બનવું જોઈએ. હાલમાં જ, રાખી સાવંતે પણ તમને વડાપ્રધાન બનાવવાની વાત કરી છે, તો શું તમે ચૂંટણી લડવાનું પસંદ કરશો? પાપારાઝી આ સવાલ પર સોનુએ ખૂબ નમ્રતાથી કહ્યું, 'જે જ્યાં છે તે ત્યાં ઠીક, હું સામાન્ય માણસ જ ઠીક છું. આપ સૌની સાથે તો ઉભો છું.'

સોનુ સૂદને આ દેશનો વડાપ્રઘાન બનાવી દેવો જોઈએઃ રાખી સાવંત
થોડા દિવસ પહેલા જ રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, 'હું તો કહું છું કે સોનુ સૂદ અથવા સલમાન ખાનને આ દેશનો વડાપ્રધાન બનાવવો જોઈએ, કારણ કે તેઓ અસલ નાયક છે. સોનુ સૂદ, સલમાન ખાન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન તેમના દેશના લોકોને કેટલો પ્રેમ કરે છે.' રાખી પહેલા પણ ઘણા લોકો સોનુને વડાપ્રધાન બનાવવાની વાત કરી ચૂક્યા છે. કોરોનાકાળમાં સોનુ સૂદ ગયા વર્ષથી જ કઈંકને કઈક રીતે લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ તેના ઉમદા કાર્યોને કારણે જ લોકોનો મસીહા બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...