NCB પર મુખ્યમંત્રીનો રોષ:તપાસ એજન્સીઓ પર ગુસ્સો ઠાલવતા મહારાષ્ટ્રના CM ઉદ્વવ ઠાકરેએ કહ્યું- તેમને સેલિબ્રિટીઝને પકડવામાં વધારે રસ છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CM ઠાકરેએ તાજેતરમાં મુંબઈમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવતી ઘટનાઓ બાદ વિપક્ષની સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા
  • તેમને જણાવ્યું કે, રાજ્યોની સત્તામાં કેન્દ્ર સરકારનો પ્રવેશ બિલકુલ સહન કરવામાં આવશે નહીં

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દશેરાની વાર્ષિક રેલી દરમિયાન તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા કરવામાં આવેલા દરોડા વિશે વાત કરી. તપાસ એજન્સીનું નામ લીધા વગર CMએ કહ્યું કે, તેઓ પ્રખ્યાત હસ્તિઓને પકડવામાં રસ રાખે છે, તેમની તસવીરો ક્લિક કરાવીને નામ ઉછાળવાનું કામ કરી રહી છે. તેમણે એવું પણ કહ્યું કે, કેન્દ્રીય એજન્સી જ્યાં ઓછા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરી રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્ર પોલીસની પ્રશંસા કરતા કહ્યું કે, તેમને 150 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

રાજ્યોની સત્તામાં કેન્દ્ર સરકારનો પ્રવેશ હવે સહન નહીં થાય
CM ઠાકરેએ તાજેતરમાં મુંબઈમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવતી ઘટનાઓ બાદ વિપક્ષની સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમને આગળ કહ્યું કે, રાજ્ય સરકારની પાસે પણ કેન્દ્ર સરકારની જેમ અધિકાર છે. જો આ અધિકારોને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તો તેના પર વાત થવી જોઈએ. રાજ્યોની સત્તામાં કેન્દ્ર સરકારનો પ્રવેશ બિલકુલ સહન કરવામાં આવશે નહીં. તે ઉપરાંત તેમણે પૂછ્યું કે, શું ડ્રગનું જોખમ માત્ર મહારાષ્ટ્રમાં છે? મુંદ્રા પોર્ટ ક્યાં છે, જ્યાં કરોડો રૂપિયાની નશીલી દવાઓ અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

NCBએ આર્યન ખાનની ધરપકડ કરી હતી
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ 2 ઓક્ટોબરના રોજ સાંજે મુંબઈથી ગોવા જતા ક્રૂઝ પર ચાલી રહેલી રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખનો દીકરો આર્યન ખાન સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ અત્યાર સુધી 20 લોકોની ધરપકડ કરી છે. આર્યનની જામીન અરજીની સુનાવણીમાં ફરિયાદી અને બચાવ પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ વિશેષ ન્યાયાધીશ વી.વી પાટિલે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા પર પોતાનો નિર્ણય યથાવત રાખ્યો છે. કોર્ટે 20 ઓક્ટોબર સુધી જામીન પર નિર્ણય મુલતવી રાખ્યો છે.

અધિકારી આર્યન ખાનનો હાથ પકડીને કોર્ટમાં લઈ ગયા હતા
અધિકારી આર્યન ખાનનો હાથ પકડીને કોર્ટમાં લઈ ગયા હતા