તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૉકડાઉન ડાયરી:'હમારી બહૂ સિલ્ક' ફૅમ જાન ખાને કહ્યું, 'અમારી બચત પૂરી થવાને આરે હતી અને પ્રોડ્યૂસરે દોઢ વર્ષથી પૈસા અટકાવી રાખ્યા હતા'

મુંબઈએક મહિનો પહેલાલેખક: કિરણ જૈન
હાલમાં 'ક્યો ઉત્થે દિલ છોડ આયે'માં જાન ખાન લીડ રોલ પ્લે કરી રહ્યો છે

ગયા વર્ષે 'હમારી બહૂ સિલ્ક' ખોટા કારણે ચર્ચામાં હતો. શોના પ્રોડ્યૂસર્સે એક્ટર્સ તથા અન્ય ટીમ મેમ્બર્સને નુકસાન થયું હોવાનું કહીને તેમની ફી આપવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન લૉકડાઉન થયું અને સ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થતાં કલાકારો આર્થિક તંગીનો સામનો કરતાં હતાં અને ઘણાંએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શોના લીડ એક્ટર જાન ખાને હિંમત હારી નહોતી. તેને વિશ્વાસ હતો કે લૉકડાઉનમાં લોકો પાસે તેની વાત સાંભળવાનો સમય હશે. તેણે સો.મીડિયામાં પ્રોડ્યૂસર્સ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને અંતે તેની જીત થઈ. દિવ્ય ભાસ્કર સાથે જાન ખાને લૉકડાઉનમાં શું અનુભવ થયો, તે અંગે વાત કરી હતી.

લૉકડાઉનમાં લોકોએ અમારો અવાજ સાંભળ્યો
શો સાથે જોડાયેલા અંદાજે 140 લોકોનું પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું હતું. અમારા ઘણાં પૈસા પ્રોડ્યૂસર્સ પાસે લેવાના બાકી હતી. આ દરમિયાન લૉકડાઉન થયું અને અમારા તમામની બચત પૂરી થવાને આરે હતી. આ વાત પેનિક કરતી હતી. સાત મહિનાથી અમારું દોઢ વર્ષનું પેમેન્ટ અટવાયેલું હતું. ખરાબ સમયમાં જ્યારે મહેનતના પૈસા આપવામાં આવ્યા નહોતા. જો માત્ર મારા જ પૈસા આપવામાં ના આવ્યા હોત તો હું આ વાતને જવા દેત, પરંતુ અનેક વર્કર્સને પૈસા આપવામાં આવ્યા નહોતા. શરૂઆતમાં હું એક NGOની મદદથી વર્કર્સની મદદ કરતો હતો. જોકે, હાલત ખરાબ હતી. મારી બચત પણ પૂરી થવા આવી હતી. મેં શરૂઆતમાં સો.મીડિયાના માધ્યમથી ઈન્ડસ્ટ્રીના લોકો સુધી આ વાત પહોંચાડી હતી. લૉકડાઉન દરમિયાન લોકોની પાસે સમય જ સમય હતો. તેમણે અમારો અવાજ સાંભળ્યો. થોડો સમય લાગ્યો, પરંતુ અંતે તમામને તેમના હકના પૈસા મળી ગયા હતા.

ભાઈનું રિસેપ્શન કેન્સલ કરવું પડ્યું
જે દિવસે લૉકડાઉનની જાહેરાત થઈ, તે દિવસે મારા ભાઈનું વેડિંગ રિસેપ્શન હતું. સામાન્ય રીતે રિસેપ્શનમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જોકે, અમે આ ફંક્શન કેન્સલ કરી નાખ્યું હતું. એક વર્ષથી અમે લગ્નની તૈયારીઓ કરતા હતા. જોકે, અમે સરકારના આદેશનું પૂરેપૂરું પાલન કર્યું હતું.

અમ્મી પાસેથી બિરયાની બનાવતા શીખ્યો
મારો પરિવાર ભોપાલમાં છે. સૌથી સારી વાત એ રહી કે મને તેમની સાથે સમય પસાર કરવાની તક મળી. આ ક્ષણ યાદગાર રહેશે. લૉકડાઉનમાં હું અમ્મી પાસેથી બિરયાની બનાવતા શીખ્યો. હવે હું સારો શૅફ બની ગયો છું. મને લખવું ગમે છે. મેં સમય, કિસ્મત, ફિતરત તથા લોકોની જરૂરિયાત જેવા સબ્જેક્ટ પર લખ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો