તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

OTT vs TV કોણ વધુ તાકતવર:ઓરિજિનલ કન્ટેન્ટની લાલચમાં મોટા શહેરો OTTની સાથે, ફેમિલી એન્ટરટેઇનમેન્ટનો મોભો પણ હજી ટીવીની પાસે

મુંબઈ3 મહિનો પહેલાલેખક: હિરેન અંતાણી
  • કૉપી લિંક
  • ઈન્ટરનેટ ગ્રોથ તથા કન્ટેન્ટ સ્ટ્રેટજીથી OTT પ્લેટફોર્મ્સ ટીવીની વ્યૂઅરશિપમાં ભાગ પડાવી રહી છે

દેશના નાના શહેરો તથા નગરોની ઓડિયન્સ પર ટીવીનું રાજ છે, પરંતુ હવે OTT ત્યાં પણ પોતાની પહોંચ બનાવવા માટે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. ભારતમાં મનોરંજનના મેદાનમાં એક રસપ્રદ સ્પર્ધાનું બ્યૂગલ વાગી ગયું છે.

લૉકડાઉનમાં ફિલ્મ તથા ટીવી પર ફ્રેશ કન્ટેન્ટ બંધ થઈ ગયું છે. દેશમાં હજી પા..પા પગલી ભરતું OTTએ એકદમ દોડ લગાવી છે. થિયેટર એક્સપીરિયન્સની તાકત ફિલ્મને તો ભવિષ્યમાં બચાવી લેશે, પરંતુ ઘરના ટીવી સ્ક્રીન માટે જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ તથા OTT વચ્ચે સ્પર્ધા નક્કી છે.

ટીવી માટે ખતરાની ઘંટડી
ટીવીની સાસુ-વહુ તથા પારિવારિક ઝઘડાઓની સિરિયલ માટે ટીકા કરવામાં આવે છે, પરંતુ કેટલીક પારિવારિક સિરિયલ આજે પણ ટીવીને બચાવી રહ્યું છે. જોકે, હવે આ દૃશ્ય બદલાઈ શકે છે.

OTTનો અર્થ એડલ્ટ કન્ટેન્ટ એવી માન્યતા છે. જોકે, હકીકત એ પણ છે કે OTT પર અત્યારે જે પોપ્યુલર શો છે, તેમાંથી મોટાભાગના શો ફેમિલી સાથે જોઈ શકાય છે. આ ટીવી માટે ખતરાની ઘંટડી છે. સત્યજીત રેથી લઈ સ્પોર્ટ્સ સુધી, OTT પર બધું જ આવી રહ્યું છે.

  • સત્યજીત રેની વાર્તાઓ આધારિત 'રે' સિરીઝ નેટફ્લિક્સ પર આવી રહી છે.
  • નેટફ્લિક્સ જ સ્પોર્ટ્સ ડ્રામા 'સ્કેટ ગર્લ' લઈને આવી રહ્યું છે.
  • ઝી 5 પર ક્રાઇમ થ્રિલર 'સનફ્લાવર' ચાલી રહી છે.
  • હોટસ્ટાર પર 1984ના શિખ વિરોધ તોફાનો પર આધારિત 'ગ્રહણ' આવી રહી છે.
  • OTTએ કદાચ શરૂઆતમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે એડલ્ટ કન્ટેન્ટ પર ભાર મૂક્યો હતો, પરંતુ અત્યારના ટો શો અથવા આગામી શોમાં મોટાભાગના ફેમિલી જ છે.

ટીવી એક આદત બની ચૂક્યું છે
'ભાબીજી ઘર પર હૈ' સિરિયલની પ્રોડ્યૂસર બિનેફર કોહલીએ કહ્યું હતું કે ડેઇલી સોપ ઓપેરાનું પોતાનું ઓડિયન્સ છે. દર્શકો નક્કી કરેલા ટાઇમ પર શોને ટીવી પર જુએ અને બાકીના સમયમાં OTT જુએ, એવું પણ બની શકે. એક પરિવાર તમામ OTTના સબ્સ્ક્રિપ્શન લઈ શકે નહીં, પરંતુ એક જ DTHના બુકેમાં પોતાની પસંદની અનેક ચેનલ જોઈ શકાય છે.

ટીવીના કન્ટેન્ટમાં થોડો ફેરફાર લાવવો જરૂરી
બેનિફર માને છે કે ટીવી કન્ટેન્ટમાં ફેરફાર લાવવો જરૂરી છે. ઓડિયન્સના પેરામીટરમાં રહીને વાર્તાઓ તથા પાત્રોમાં ફેરફારની જરૂર છે. ટીવી પર સિગારેટ પીતી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતી મહિલાઓ ક્યારેય નહીં આવે, પરંતુ મહિલા પાત્રોને સશક્ત બનાવવા જ પડશે.

આગળની લડાઈ મુશ્કેલ, નાના શહેરોનો મોટો રોલ
'બાલિકા વધુ' તથા 'દીયા ઔર બાતી હમ' જેવી અનેક સુપરહિટ ટીવી સિરિયલ્સના રાઇટર રઘુવીર શેખાવતે કહ્યું હતું કે OTT માટે આગળની લડાઈ મુશ્કેલ છે. નાના શહેર તથા નગરોની ઓડિયન્સમાં પોતાનું સ્થાન બનાવવું સરળ નથી. નાના શહેરોમાં જોઈન્ટ ફેમિલી હોય છે. અહીંયા પ્રાઈવસી નામનું કંઈ હોતુ નથી. OTTનું કન્ટેન્ટ જોવું હો તો અલગ રૂમમાં જવું પડશે. દરેકના ઘરમાં અલગ રૂમ હોય તે જરૂરી નથી.

ટીવીમાં એ જ બતાવે છે, જે ઘરમાં થાય છે
ટીવીમાં તે તમામ બાબતો આવે છે, જે કદાચ દરેક પરિવારમાં થાય છે. શેખાવતે કહ્યું હતું કે આ ટીવીની સૌથી મોટી તાકત છે. સાસુ-વહુના પારિવારિક ઝઘડા, પૂરા પરિવારનો પ્રેમ, નવી પેઢી તથા પરંપરામાં મતભેદ આજે કયા પરિવારમાં નથી? ટીવી આ જ બતાવે છે.

રઘુવીરે સ્વીકાર્યું કે OTTને કારણે ટીવી પર વર્ષો સુધી ચાલતી સિરિયલના ફોર્મેટ પર હજી જોખમ નથી. કોઈ સિરિયલ લાંબી ચાલશે કે નહીં તે TRP નક્કી કરે છે. TRP વધુ આવતી હોય તો એ શો કેમ કોઈ પૂરો કરે.

જોકે, રઘુવીરે સ્વીકાર્યું હતું કે આજે યુવાઓના હાથમાં મોબાઈલનો પાવર છે. આ જ કારણે ઘરમાં ટીવીનું રિમોટ કોની પાસે છે, તેનાથી કોઈ ફેર પડતો નથી. હોટસ્ટાર ના મળ્યું તો તે યુ ટ્યૂબ જોઈ લેશે. આ પેઢીના દર્શકોને ટીવી પર પરત લાવવાનો પ્રયાસ સફળ થયો નથી.

ટીવીનું મહત્ત્વ આજે છે, પરંતુ કાલે નહીં રહે
પ્રોડ્યૂસર તથા ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જૌહરે કહ્યું હતું કે લાંબા સમયમાં ઓરિજિનલ ફાઈટ OTT તથા ટીવીની વચ્ચે જ થશે. આજે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા પ્રાઈઝના હિસાબે ટીવીનું મહત્ત્વ વધારે છે. ટીવી ઘેર-ઘેર છે. રેટ્સ પણ અફોર્ડેબલ છે. બીજી બાજુ OTTનો તમામ આધાર ઈન્ટરનેટ કનેક્ટિવિટી છે. જો સ્પીડ સારી નહીં હોય તો વેબ સિરીઝ જોવાની મજા આવશે નહીં.

5G પછી OTTમાં વધારો થશે
OTT માટે ઈન્ટરનેટ સ્પીડની સમસ્યા થોડાં જ સમય માટે છે. 5G આવી રહ્યું છે. OTT પોતાનું કન્ટેન્ટ લાઈબ્રેરી પણ રિચ કરી રહ્યું છે. તે દરેક ક્લાસનું કન્ટેન્ટ લાવી રહ્યું છે. રિજનલ OTTમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.

દર્શકોનો ટેસ્ટ પણ બદલાયો છે. આજે પણ ટીનએજર્સ મોબાઈલ પર ગેમ રમે છે. તે કાલે કન્ટેન્ટ કન્ઝ્યૂમ કરશે. આ નવા દર્શકો OTT વધુ પસંદ કરશે.

પ્રાઈઝના ઇસ્યુ પર ગિરીશ જૌહરે કહ્યું હતું કે લોકો મોટાભાગે OTT મોબાઈલ કંપનીઓને બંડલ પેકેજ સાથે જુએ છે. આગામી સમયમાં પૂરી રીતે પે પર વ્યૂ મોડલ આવશે. જે જોવું છે, તેટલાં જ પૈસા આપશે. ટીવી પર બુકેના નામ પર કારણ વગરની ચેનલ આપી દેવામાં આવે છે, જે આપણા કામની હોતી નથી.

OTT ફેમિલી શો લાવશે, ટીવી એડલ્ટ કન્ટેન્ટ નહીં લાવી શકે
કન્ટેન્ટ એક્સચેન્જના હિસાબે OTTનું મહત્ત્વ વધારે છે. OTT પર 'બંદિશ બેંડિટ્સ' તથા 'પંચાયત' આવી ચૂક્યા છે. ભવિષ્યમાં પણ આવા શો આવશે, પરંતુ ટીવી પર ક્યારેય એડલ્ટ કન્ટેન્ટ આવશે નહીં. OTT પર ટીવી ચેનલનું કન્ટેન્ટ આવી શકે છે, પરંતુ ટીવી ક્યારેય OTTનું કન્ટેન્ટ લાવી શકશે નહીં.

વધુમાં ગિરીશે કહ્યું હતું કે ટીવી માર્કેટમાં રહેવું હશે, તો બદલવું પડશે. ટી-20 આવ્યા બાદ લોકો વન ડે ભૂલી ગયા. 10 એપિસોડની સિરીઝ આદત બની ગઈ તો વર્ષો સુધી એક વાર્તામાં લોકોનો ઈન્ટરેસ્ટ ટકાવી રાખવો મુશ્કેલ પડી જશે.