અપકમિંગ:દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ફરીવાર ઓનસ્ક્રીન રોમાન્સ કરતા દેખાઈ શકે છે, ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ સાથે વાત ચાલી રહી છે

2 વર્ષ પહેલા

રવિવારે દીપિકા પાદુકોણના આગામી પ્રોજેક્ટનું અનાઉન્સમેન્ટ થયું જેમાં એક્ટ્રેસ પહેલીવાર સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે જોવા મળશે. નાગ અશ્વિનની આ ફિલ્મની જાહેરાત થતા દરેક વ્યક્તિ આ પ્રોજેક્ટને લઈને ઉત્સુક છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ચેન્નઈ એક્સપ્રેસ, ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મોને હિટ બનાવનાર જોડી શાહરુખ અને દીપિકા ફરી ઓનસ્ક્રીન રોમાન્સ કરતા જોવા મળશે.

હાલમાં આવેલ ઝૂમ ટીવીના રિપોર્ટ અનુસાર દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ દીપિકાએ વાંચી લીધી છે અને તેને આ ઘણી ગમી છે. હાલ તો દીપિકાએ ફિલ્મ સાઈન નથી કરી પણ રિપોર્ટ છે કે એક્ટ્રેસ તરફથી હા છે. આ ફિલ્મમાં પાંચમી વખત શાહરુખ અને દીપિકા સાથે દેખાશે. આ અગાઉ બંને ઓમ શાંતિ ઓમ, બિલ્લુ, હેપ્પી ન્યૂ યર અને ચેન્નઈ એક્સપ્રેસમાં સાથે દેખાયા હતા.

સાઉથ સુપરસ્ટાર સાથે જોડી 
હાલમાં જ દીપિકાની અપકમિંગ ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું જેમાં તે પહેલીવાર પ્રભાસ સાથે કામ કરશે. આ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે. આ ફિલ્મને નાગ અશ્વિન બનાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર ફિલ્મ વર્લ્ડ વોરની સ્ટોરી પણ આધારિત હોય શકે છે. ફિલ્મનું શૂટિંગ 2021માં એપ્રિલમાં શરૂ થશે.

આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલ ફિલ્મ છપાક પછી દીપિકા રણવીર સિંહ સાથે 83 ફિલ્મમાં દેખાવાની હતી. ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે ફિલ્મની રિલીઝ પોસ્ટપોન થઇ. ડિરેક્ટર કબીર ખાનની આ ફિલ્મમાં રણવીર કપિલ દેવના રોલમાં અને દીપિકા તેમની પત્ની રોમી ભાટિયાના રોલમાં છે.