પોસ્ટર:વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે પર ‘પાતાલ લોક’નું નવું કેરેક્ટર પોસ્ટર રિલીઝ, નીરજ કાબી જર્નલિસ્ટના રોલમાં જોવા મળ્યાં

મુંબઈ2 વર્ષ પહેલા

અનુષ્કા શર્માની વેબ સીરિઝ ‘પાતાલ લોક’ને લઈ ચાહકો ઉત્સુક છે. હાલમાં જ આ સીરિઝના અન્ય એક પાત્રનું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું હતું.

સીરિઝમાં સંજીવ મેહરાનો રોલ પ્લે કરનાર એક્ટર નીરજ કાબીનો નવો તથા યુનિક અવતાર આ સીરિઝમાં જોવા મળશે. સંજીવ એક જર્નલિસ્ટ છે અને લોકશાહીનો ચોથો સ્તંભ છે. આજે (3 મે) વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે અને આજના દિવસે જર્નલિસ્ટ સંજીવ મેહરાને ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યો હતો. આ પહેલાં જયદીપ આહલાવત, વિશાલ ત્યાગીના પોસ્ટર શૅર કરવામાં આવ્યા હતાં.

વીડિયોમાં શું કહે છે?
વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં કહેવામાં છે, સંજીવ મહેરા, દુનિયા કે લિયે મીડિયા ટાયકૂન, જિસકા કામ રોજ ખબર ઢૂંઢના ઔર બનાના હૈં, પર જબ પાતાલ કે કીડો કી નજર આપ પર હો તો ડર લગતા હૈં ખુદ આપ ખબર ના બન જાયેં. આ વીડિયો શૅર કરીને કેપ્શન આપવામાં આવ્યું હતું, સંજીવ મેહરા-જર્નલિઝ્મ કી દુનિયા કા એક એસા નામ જિસકા હર શબ્દ લોગો કે લિયે સચ બન જાતા હૈં.

આ ક્રાઈમ થ્રિલરને સુદિપ શર્માએ લખી છે. આ પહેલાં તેમણે ‘ઉડતા પંજાબ’ તથા અનુષ્કા શર્માની ‘NH10’ લખી હતી. અનુષ્કાએ થોડાં દિવસો પહેલાં જ સોશિયલ મીડિયામાં નવું ટીઝર શૅર કરીને કહ્યું હતું, દોહરી હૈં દુનિયા, દોહરે હૈં યહાં કે લોગ, પાતાલ લોક યહીં હૈં, કહીં ઔર મત ખોજ, ટ્રેલર પાંચ મેના રોજ સવારે 11.34 વાગે. 

ઉલ્લેખનીય છે કે આ સીરિઝમાં તંત્ર, મીડિયા, ન્યાયપાલિકા તથા વેપાર જગત સાથે મળીને સામાન્ય લોકોનું જીવન દુષ્કર બનાવી દે છે. માનવ અધિકારોને સરળતાથી પગ નીચે દબાવી દેવામાં આવે છે. સીરિઝમાં લીડ રોલમાં ગુલ પનાગ, જયદીપ અહલાવત, નીરજ કાબી, અભિષેક બેનર્જી તથા આસિફ ખાન છે. આ સીરિઝમાં માનવતાની સૌથી ખરાબ બાબત બતાવવામાં આવી છે. સ્વર્ગ લોક, ધરતી લોક તથા પાતાલ લોકની માન્યતા પ્રમાણે આ સીરિઝમાં લોકશાહીના ચાર સ્તંભોની અંદર કેવા ખૂની ખેલ રમવામાં આવે છે, તે બતાવવામાં આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...