તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખ ભૂલાવી કામ પર ચઢ્યો:મમ્મીના અવસાનના ત્રીજા દિવસે અક્ષય કુમાર કામ પર પરત ફર્યો, પરિવાર સાથે લંડન ગયો

મુંબઈ6 દિવસ પહેલા
  • અક્ષય કુમાર પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો.

આઠ સપ્ટેમ્બરના રોજ અક્ષય કુમારની મમ્મી અરુણા ભાટિયાનું અવસાન થયું હતું. 77 અરુણા ભાટિયા છેલ્લાં છ દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા. તેમણે હીરાનંદાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મમ્મીના અવસાનના 3 દિવસ બાદ અક્ષય કુમાર કામ પર પરત ફર્યો છે. અક્ષય કુમારે આજે, 10 સપ્ટેમ્બરે ઇંગ્લેન્ડ જવા રવાના થયો છે. અહીંયા તે ફિલ્મ 'મિશન સિન્ડ્રેલા'નું શૂટિંગ કરશે.

પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યો
બ્લેક આઉટફિટમાં અક્ષય કુમાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અક્ષય કુમારની સાથે પત્ની ટ્વિંકલ ખન્ના, દીકરા આરવ તથા દીકરી નિતારા પણ હતા. અક્ષય કુમારે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.

ઇંગ્લેન્ડમાં એક મહિનો રોકાશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અક્ષય કુમાર ઇંગ્લેન્ડમાં ફિલ્મ 'મિશન સિન્ડ્રેલા'નું શૂટિંગ ફરીથી શરૂ કરશે. આ ફિલ્મને રણજીત તિવારી ડિરેક્ટ કરે છે અને જેકી ભગનાની પ્રોડ્યૂસર છે. ફિલ્મમાં એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ લીડ રોલમાં છે. અક્ષય કુમાર ઇંગ્લેન્ડમાં એક મહિનો રોકાશે અને ફિલ્મનું શૂટિંગ પૂરું કરશે.

માતાના અંતિમસંસ્કાર બાદ સૂનમૂન થઈ ગયો હતો
મમ્મીના અવસાન બાદ અક્ષયે સો.મીડિયામાં શૅર કરીને કહ્યું હતું, ‘તેઓ મારો મહત્ત્વનો ભાગ હતાં. તેમની વિદાયથી આજે મને અસહનીય દુઃખ થઇ રહ્યું છે. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયાએ આજે સવારે દુનિયાને અલવિદા કહ્યું. તેઓ બીજી દુનિયામાં મારા પિતા સાથે ચાલ્યાં ગયાં. હું તમારી પ્રાર્થનાઓનું સન્માન કરું છું. હાલ હું અને મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ઓમ શાંતિ.’ અક્ષય કુમારનાં માતા અરુણા ભાટિયાના અંતિમસંસ્કાર 8 સપ્ટેમ્બરના રોજ મુંબઈના વિલેપાર્લે સ્થિત પવનહંસ સ્મશાનમાં કરવામાં આવ્યાં હતાં. અક્ષય કુમાર અંતિમસંસ્કાર બાદ સાવ સૂનમૂન જોવા મળ્યો હતો.

મમ્મીના અંતિમસંસ્કાર બાદ ડિરેક્ટરની માતાના અંતિમસંસ્કારમાં ગયો
'રાંઝણા', 'તનુ વેડ્સ મનુ' જેવી ફિલ્મ ડિરેક્ટ કરનારા આનંદ એલ રાયની મમ્મીનું અવસાન પણ 8 સપ્ટેમ્બરના રોજ થયું હતું. તેમના અંતિમસંસ્કારમાં અક્ષય કુમાર પણ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આનંદ એલ રાય તથા અક્ષય કુમાર ફિલ્મ 'અતરંગી રે' તથા 'રક્ષાબંધન'માં સાથે કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...