રિયાલિટી શો 'ઇન્ડિયાઝ ગોટ ટેલન્ટ'માં શિલ્પા શેટ્ટી, કિરણ ખેર તથા બાદશાહ જજ તરીકે જોવા મળે છે. આ શોમાં રોહિત શેટ્ટી ગેસ્ટ તરીકે આવશે. સેટ પર શિલ્પાએ રોહિત શેટ્ટીને કાચની બોટલ મારી હતી. આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે.
શિલ્પાએ વીડિયો શૅર કર્યો
શિલ્પાએ સો.મીડિયામાં શોનો બીહાઇન્ડ ધ સીન વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં રોહિત શેટ્ટી તથા બાદશાહ એકબીજા સાથે વાત કરે છે અને તેઓ શિલ્પા તરફ જોતા પણ નથી, આથી જ અકળાયેલી શિલ્પા ડિરેક્ટર રોહિતનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. જોકે રોહિત એક્ટ્રેસની કોઈ વાત સાંભળતો નથી. ત્યાર બાદ શિલ્પા કેમેરાની સામે જોઈને કહે છે, 'આતા માઝી સટકલી.' શિલ્પા ફિલ્મમેકર રોહિતના હાથ પર કાચની બોટલ ફોડે છે અને પછી બૂમ પાડીને કહે છે 'મને પિક્ચર આપો.' શિલ્પાની આ હરકત જોઈને રોહિત શેટ્ટી કહે છે, 'પાગલ છે કે શું?' બાદશાહ, રોહિતને કહે છે કે શિલ્પા ઘણીબધી ફિલ્મમાં કામ કરી રહી છે. આ વાત સાંભળીને શિલ્પા રૅપર બાદશાહના હાથ પર બોટલ ફોડે છે. વીડિયોને અંતે શિલ્પા પોતાને 'દંગાબલી' કહે છે અને હસવા લાગે છે.
વીડિયો પોસ્ટ કરીને આ વાત કહી
શિલ્પાએ વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, 'મારું માથું કીટલીની માફક ગરમ થઈ ગઈ ગયું છે. આતા માઝી સટકલી. મેં બોટલ ફોડી નાખી. મારી સાથે ક્યારેય મગજમારી કરવી નહીં.'
'હંગામા 2'માં જોવા મળી હતી
શિલ્પા શેટ્ટી છેલ્લે ફિલ્મ 'હંગામા 2'માં જોવા મળી હતી. હવે શિલ્પા 'નિકમ્મા' તથા 'સુખી' ફિલ્મમાં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.