• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • On The Screensaver Of Ranbir Kapoor's Mobile, There Is A Photo Of Daddy Rishi, Neetu Said That There Is Not A Single Day In Which Rishi Is Not Remembered.

યાદગીરી:રણબીર કપુરના મોબાઈલના સ્ક્રીનસેવર પર છે પપ્પા ઋષિનો ફોટો, નીતુએ કહ્યું કે- એક પણ દિવસ નથી જેમાં ઋષિને યાદ ના કર્યા હોય

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

થોડા સમય પહેલા જ રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે લગ્નગ્રંથીથી જોડાયો છે. આલિયા-રણબીરના લગ્નમાં આખો કપૂર પરિવાર હતો પરંતુ એક માત્ર ઋષિ કપુરની ગેરહાજરી હતી. ઋષિ કપૂરના મૃત્યુને 2 વર્ષથી પણ વધારે સમય થઇ જવા છતાં પણ આજે રણબીર પિતા ઋષિને ભૂલી શક્યો નથી. જે અંગેનો ખુલાસો નીતૂ કપૂરે કર્યો હતો.

નીતૂ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, દીકરો રણબીર તેના દિવંગત પિતા ઋષિ કપૂરને બહુ જ યાદ કરી રહ્યો છે. નીતૂ કપૂરે કહ્યું હતું કે, એક પણ એવો દિવસ ના હોય કે પરિવારજનોએ ઋષિ કપૂરને યાદ ના કર્યા હોય. આ સાથે જ વધુમાં જણાવ્યું હતું કે, ઋષિના મૃત્યુ બાદ શરૂઆતના 6 મહિના બહુ જ મુશ્કેલ ભર્યા હતા.

પપ્પા ઋષિને બહુ જ યાદ કરે છે રણબીર
નીતૂએ કહ્યું હતું કે, રણબીર તેના પપ્પાને બહુ જ યાદ કરે છે.તેના મોબાઇલન સ્ક્રીનસેવરમાં હજુ પણ ઋષિ કપૂરનો ફોટો છે. મેં એવા પણ દિવસો જોયા છે કે, તેની આંખમાં આંસુ હતા છતાં પણ સ્ટ્રોંગ બને છે. ઋષિ એ પ્રકારના વ્યક્તિ ના હતા કે તેને ભૂલી જવાઈ. હું દરરોજ એવા વ્યક્તિઓને મળું છું જેની પાસે ઋષિ સાથે જોડાયેલી કોઈ વાર્તા કે કિસ્સો હોય. મને લાગે છે કે તે ક્યાંકને ક્યાંક મારી આસપાસ જ છે.

નિતૂ 'ડાન્સ દીવાના જુનયર્સ' થી કરી રહી છે ટીવીમાં ડેબ્યુ
નીતુના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે બાળકોના ડાન્સ આધારિત રિયાલિટી શો 'ડાન્સ દીવાને જુનિયર્સ'માં જજ તરીકે ટીવી ડેબ્યૂ કરી રહી છે. નોરા ફતેહી અને માર્ઝી પેસ્ટોનજી કો-જજ તરીકે જોવા મળે છે. આ શોને કરણ કુન્દ્રા હોસ્ટ કરી રહ્યો છે. આ સિવાય નીતૂ 'જગ્ગુ જુગ જિયો'થી પણ બોલિવૂડમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી અને અનિલ કપૂર પણ છે.

નીતૂની ફિલ્મી કરિયર વિશે વાત કરવામાં આવે તો છેલ્લે 2013માં રિલીઝ થયેલી ફિલ્મ 'બેશરમ'માં નજરે આવી હતી. જેમાં તે પતિ ઋષિ કપૂર અને પુત્ર રણબીર કપૂર સાથે જોવા મળી હતી. ઋષિ કપૂરે 30 એપ્રિલ 2020ના રોજ કેન્સર સામેનો જંગ હારી જઈને આ દુનિયાને અલવિદા કહ્યું હતું.