તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
14 નવેમ્બરે દિવાળીના પાવન અવસરે અક્ષય કુમારે તેની નવી ફિલ્મ અનાઉન્સ કરી છે. 'રામ સેતુ' નામની આ ફિલ્મના પોસ્ટર્સ અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યા છે જેમાં પાછળ ભગવાન શ્રી રામ દેખાઈ રહ્યા છે. 'સૂરજ પે મંગલ ભારી', 'ધ ઝોયા ફેક્ટર' જેવી ફિલ્મો ડિરેક્ટ કરનારા અભિષેક શર્મા આ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. અક્ષયે બે પોસ્ટર શેર કર્યા છે જેમાં લખ્યું છે સત્ય કે કલ્પના?
इस दीपावली,भारत राष्ट्र के आदर्श और महानायक भगवान श्री राम की पुण्य स्मृतियों को युगों युगों तक भारत की चेतना में सुरक्षित रखने के लिए एक ऐसा सेतु बनाये जो आने वाले पीढ़ियों को राम से जोड़ कर रखे।इसी प्रयास में हमारा भी एक छोटा संकल्प है - राम सेतु
— Akshay Kumar (@akshaykumar) November 14, 2020
आप सबको दीपावली की शुभ कामनाएंl pic.twitter.com/529Svh0iB2
અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'આ દીપાવલી, ભારત રાષ્ટ્રના આદર્શ અને મહાનાયક ભગવાન શ્રીરામની પુણ્ય સ્મૃતિઓને યુગોયુગ સુધી ભારતની ચેતનામાં સુરક્ષિત રાખવા માટે એક એવો સેતુ બનાવીએ જે આવનારી પેઢીને રામ સાથે જોડીને રાખે. આ પ્રયાસમાં અમારો પણ એક નાનો સંકલ્પ છે- રામ સેતુ. તમને બધાને દિવાળીની શુભકામના.'
આ ફિલ્મને અરુણ ભાટિયા અને વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યુસ કરી રહ્યા છે. અક્ષય કુમાર બેક ટુ બેક ફિલ્મોનું શૂટિંગ તો કરી જ રહ્યો છે પણ સાથે-સાથે નવી ફિલ્મો પણ અનાઉન્સ કરી રહ્યો છે. છેલ્લે તે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ 'લક્ષ્મી'માં ટ્રાન્સજેન્ડરના રોલમાં દેખાયો હતો.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.