વેબ સિરીઝ 'તાજ : ડિવાઈડેડ બાય બ્લડ'માં એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી અનારકલીનો રોલ નિભાવતી જોવા મળે છે. અદિતિનું માનવામાં આવે તો અનારકલીના આઇકોનિક રોલ કરવાથી ડરતી નથી પરંતુ હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટ્રેસ મધુબાલાની તુલના કરવા માટે તૈયાર છે, ભાસ્કર સાથેની વાતચીતમાં અદિતિએ સિરીઝ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી ખાસ વાત શેર કરી છે.
વધુ એક પીરિયાડિક સિરીઝ પસંદ કરવા પાછળનું કારણ?
મને સામયિક એટલે કે પીરિયાડિક ફિલ્મો ગમે છે પણ એવું નથી કે મને ફક્તને ફક્ત પીરિયાડિક જ પસંદ છે, હું દરેક પ્રકારની ફિલ્મો કરવા માગુ છું. પરંતુ તે વાત પર આધાર રાખે છે કે તમે કોની સાથે કામ કરી રહ્યાં છો અને તમારી ટીમ કેવી છે. અમે અમારો ઘણો સમય કોઈ પ્રોજેક્ટને આપીએ છીએ, દેખીતી રીતે અમારા કામથી સંતુષ્ટ થવું ખૂબ જ જરૂરી છે. સર્જનાત્મક સંતોષ મારા માટે ખુબ જ મહત્ત્વનો છે. મને લાગે છે કે અમે એક્ટર પણ ખૂબ મહેનત કરીએ છીએ, કેટલીકવાર લોકો તે જોઈ શકતા નથી. આપણે જાણીએ છીએ કે આપણે ઊંઘ્યા વગર આપણું કામ કેટલી વાર પૂરું કરીએ છીએ, પણ હા આપણને મજા પણ તેટલી જ આવે છે.
મને પીરિયાડિક ફિલ્મો ગમે છે, ખાસ કરીને કારણ કે જે જોયું કે સાંભળ્યું ન હોય તેવી વાતો જાણવા મળે છે. ફિલ્મ નિર્માતાઓ જે રીતે તેમની કલ્પનાશક્તિ સાથે રમે છે તેમાં ઘણી મજા આવે છે. અમારી સિરીઝમાં ઘણા આઇકોનિક પાત્રો છે, નિર્માતાઓએ તેમની કટ્ટરતાને બાજુ પર રાખીને તે બતાવવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ પણ સામાન્ય માનવી હતા સરેરાશ ખુબ જ મજા આવી છે.
ફિલ્મ ' મુગલ-એ-આઝમ'માં મધુબાલા અનારકલીનો રોલ નિભાવી ચુકી છે. તુલના માટે કેટલા તૈયાર છો?
અનારકલીનો રોલ નિભાવતી વખતે મને તેનું હ્યુમન એસ્પેક્ટ જોવા મળ્યું હતું. કોઈ ડર નહોતો કે આ અનારકલીનો રોલ છે,અનારકલીનો રોલ ખુબ જ મોટો છે હું તેને કેવી રીતે નિભાવીશ? હું જાણું છું કે મધુબાલા જેવી દિગ્ગજ એક્ટ્રેસે આ રોલ નિભાવ્યો છે, પરંતુ મેં તેનો સ્ટ્રેસ બિલકુલ લીધો નથી. મેં તેને વાર્તા તરીકે જ લીધી છે.
અનારકલી એક સામાન્ય છોકરી જ હતી જે એક રાજકુમારના પ્રેમમાં પડે છે. રાજકુમારના પ્રેમમાં પડવાથી સ્વાભાવિક છે તેના પર જોખમ રહેશે. અમારી વાર્તામાં હવે એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે તેની આસપાસનું વાતાવરણ કેવું રહ્યું હશે, તેણે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કર્યો હશે. જો કે દરેક અનારકલીને ટ્રેજિક ક્વીન કહેવામાં આવે છે, પરંતુ હું આમાં વિશ્વાસ નથી કરતી. હું માનું છું કે તેણી ખૂબ હિંમતવાન હતી. તેણીએ પ્રેમ કર્યો હતો જેના માટે તે જરાય ડરતી ન હતી.
નસીરુદ્દીન શાહ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો છે?
નસીરુદ્દીન શાહ સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો હતો.તેમની સામે ઊભા રહેવું એ પોતે જ મોટી વાત છે. તે મારા માટે સપનાથી ઓછું ન હતું. એ પણ જોયું કે સર કેટલાં અનુભવી છે અને જાણકાર છેછતાં તે ટીમને સાથે લઈ જાય છે. તેમની એક ટીમ પ્રત્યેની એક અનોખી ભાવના છે. આ તે સાથે કામ કરવામાં માને છે. તેઓ લોકોને ખવડાવવાનું પણ પસંદ કરે છે. અમે સેટ પર અમારા ઘઘરે બનાવેલું ભોજન જમાડતા હતાં.
નસીરુદ્દીન સરની સામે ઉર્દૂ બોલવું થોડું મુશ્કેલ હતું. પ્રથમ તો સરનો અવાજ ખૂબ જ મજબૂત છે. પહેલા દિવસે તેની સામે મારો અવાજ નીકળતો ન હતો. પરંતુ પછી તે એકદમ આરામદાયક બની ગયું હતું. ઘણી વખત મને ઉર્દૂ શબ્દ વિશે શંકા થતી પણ સર મને મારી રીતે બોલવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપતા હતા. ઘણી વખત સર સ્ક્રિપ્ટમાં લાઈન બદલી નાખતા હતા.
સિરીઝ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ, કેવું લાગી રહ્યું છે?
હું OTT પર દરેક શૈલીનો આનંદ માણું છું. મને યાદ છે કે મારી પાસે એક મલયાલમ ફિલ્મ હતી જે શરૂઆતમાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી પણ પછી અચાનક નિર્માતાઓએ તેને OTT પર રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું.તે સમયે મને બિલકુલ ગમ્યું ન હતું, હું ખૂબ રડી પણ હતી. મને લાગતું હતું કે મારી સાથે બધું બરાબર નથી ચાલી રહ્યું, અમારી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવી જોઈએ. પરંતુ પછી જે બન્યું તે એક ખુબ જ અદ્ભુત અનુભવ રહ્યો હતો. અમારી ફિલ્મની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી, ગીતોની રીલ પણ બની હતી, ફિલ્મ હિટ થઈ હતી. મને તે ખૂબ ગમ્યું હતું. તે કોઈપણ પ્રમોશન વિના હિટ બની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.