તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈન્ટરવ્યૂ:'લક્ષ્મી'ની નિષ્ફળતા પર અક્ષય કુમારના સાળા કરણે કહ્યું- 'ભૂલો થઈ જાય છે, તેમણે કંઈક તો શીખ્યું હશે'

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અક્ષય કુમારના સાળા તથા ડિમ્પલ કાપિડાયની બહેન સિમ્પલનો દીકરો કરણ કાપડડિયા ફિલ્મ 'દુર્ગામતી'માં મહત્ત્વના રોલમાં જોવા મળશે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કરણે પોતાની ફિલ્મ સાથે જોડાયેલી વાતો શૅર કરી હતી અને અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી'ની નિષ્ફળતા અંગે પણ ટિપ્પણી કરી હતી. કરણ સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશો...

અક્ષયે કંઈક તો શીખ્યું જ હશે
કરણે કહ્યું હતું, 'અક્ષયે 'લક્ષ્મી' માટે ઘણી જ મહેનત કરી હતી. જોકે, દર્શકોને ફિલ્મ ગમી નહીં. આ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસની સચ્ચાઈ છે. તમને દર વખતે સફળતા ના પણ મળે. કેટલીક ભૂલો થઈ જાય છે. મને વિશ્વાસ છે કે અક્ષયે આમાંથી કંઈક તો શીખ્યું જ હશે. તે બહુ જ ટેલેન્ટેડ એક્ટર છે. આગામી દિવસોમાં તે સ્ટ્રોંગ બનીને કમબેક કરશે.'

ભૂમિનો ચાહક છું
'દુર્ગામતી' અંગે કરણે કહ્યું હતું, 'જ્યારે મેકર્સે મને 'દુર્ગામતી' ઓફર કરી તો થોડીવાર હું નવાઈમાં પડી ગયો હતો. મેં ઓરિજિનલ ફિલ્મ 'ભાગમતી' અંગે સાંભળ્યું હતું. જોકે, ત્યાં સુધી મેં આ ફિલ્મ જોઈ નહોતી. 'દુર્ગામતી'ની સ્ક્રિપેટ તથા સ્ટાર-કાસ્ટ ઘણી જ એક્સાઈટિંગ છે. હું આ તક ગુમાવવા માગતો નહોતો.'

વધુમાં કરણે કહ્યું હતું, 'હું અંગત રીતે ભૂમિ પેડનેકરનો જબરજસ્ત ફૅન છું. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે જે રીતે સ્ક્રિન પર પાત્રોને ન્યાય આપે છે તે ઘણું જ કાબિલે તારીફ છે. હું તેની સાથે કામ કરવાની તક કેવી રીતે ગુમાવી? ફિલ્મમાં હું તેના પાર્ટનરના રોલમાં છું. મને આનંદ થયો કે મેં આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી. અરશરદ વારસી તથા ભૂમિ જેવા કલાકારો સાથે કામ કરવાથી કંઈક શીખવાની તક મળી.'

લોકો બંને ફિલ્મની તુલના કરશે
કરણે કહ્યું હતું, 'મને ખ્યાલ છે કે લોકો અમારી ફિલ્મની તુલના ઓરિજિનલ ફિલ્મ સાથે કરશે. સાચુ કહું તો મને કોઈ જાતની નર્વસનેસ નથી. સાઉથની અનેક ફિલ્મની રીમેક બનાવવામાં આવી છે અને લોકોને પસંદ આવી છે. મને વિશ્વાસ છે કે ઓડિયન્સ અમારી આ ફિલ્મ પણ ગમશે.'

ઈચ્છતો હતો કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય
કરણે કહ્યું હતું, 'સાચું કહું તો હું ઈચ્છતો હતો કે આ ફિલ્મ મોટા પડદે રિલીઝ થયા. મને લાગે છે કે મોટી સ્ક્રીન આ ફિલ્મને ન્યાય આપી શકત. જોકે, મહામારીને કારણે અમારી પાસે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવા સિવાય કોઈ ઓપ્શન નહોતો. બની શકે કે આ પ્લેટફોર્મ પર વધુ લોકો અમારી ફિલ્મ જુએ. આગામી દિવસોમાં હું વેબ સિરીઝમાં કામ કરવાનો છું. આ સિરીઝ ગેંગસ્ટર પર આધારિત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો