તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • On The Day Of Sushant's Death, All The CCTV Cameras Installed Outside The House Were Working, Mumbai Police Has Not Yet Given The Footage To Bihar Police

સુશાંત સુસાઈડ કેસ:સુશાંતનાં મૃત્યુના દિવસે ઘરની બહાર લાગેલા તમામ સીસીટીવી કેમેરા ચાલુ જ હતા, મુંબઈ પોલીસે હજુ સુધી બિહાર પોલીસને ફૂટેજ દેખાડ્યા નથી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી કેમેરાની કંપનીના માલિકે કહ્યું, ‘13 અને 14 જૂને દરેક સીસીટીવી કેમેરા ચાલુ હતા’
  • 13 સીસીટીવી કેમેરા બંધ હોવાની વાત અફવા છે

સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ બાંદ્રા સ્થિત ફ્લેટમાંથી મળ્યા પછી લોકો તેનું મર્ડર થયું હોવાની વાત કરી રહ્યા છે. સુશાંતનાં મૃત્યુના દિવસે તેનાં ઘરની બહાર લગાવેલા દરેક સીસીટીવી કેમેરા બંધ હતા તેવા સમાચાર સામે આવ્યા હતા જે પછી આ કેસ વધારે રહસ્યમયી માનવામાં આવી રહ્યો હતો. જો કે, સીસીટીવી કંપનીના માલિકે જણાવ્યું કે, ઘરની બહાર લાગેલા 13 સીસીટીવી કેમેરા ચાલુ જ હતા અને તે બધાનું ફૂટેજ મુંબઈ પોલીસ પાસે છે.

સીસીટીવી કંપનીના માલિકે રિપબ્લિક ભારતને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, 14 જૂને સુશાંતના ઘરની બહાર લાગેલા કેમેરા બંધ નહોતા. 13 સીસીટીવી કેમેરા કામ ન કરી રહેલા હોવાની વાત સાવ ખોટી છે.

‘14 જૂને એક્ટરનાં મૃત્યુ પહેલાં શું-શું બન્યું છે તે બધું કેમેરામાં રેકોર્ડ છે’
ન્યૂઝ ચેનલ પ્રમાણે, મુંબઈ પોલીસ પાસે દરેક સીસીટીવી કેમેરાનું ફૂટેજ છે. બિહાર પોલીસે આ ફૂટેજ આપવાની માગ પણ કરી છે, પરંતુ મુંબઈ પોલીસે હજુ સુધી ફૂટેજ દેખાડ્યા નથી. ઇન્ટરવ્યૂ દરમિયાન સીસીટીવી કંપનીના માલિકે જણાવ્યું કે, 14 જૂને એક્ટરનાં મૃત્યુ પહેલાં શું-શું બન્યું છે તે બધું કેમેરામાં રેકોર્ડ છે.

‘કેમેરા બંધ હોવાની વાત અફવા છે’
સુશાંતના મૃત્યુના સમાચાર આવ્યા પછી સમાચાર આવ્યા હતા કે, 13 અને 14 જૂને દરેક સીસીટીવી કેમેરા બંધ હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકો મર્ડરનો એન્ગલ કહી રહ્યા હતા. તેમ છતાં મુંબઈ પોલીસનું સીસીટીવી કેમેરાને લઇએન કોઈ પણ સ્ટેટમેન્ટ હજુ સુધી સામે આવ્યું નથી.

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ CBI કરશે
સુશાંતના પિતા કે. કે સિંહે બિહારમાં કેસ ફાઈલ કરાવ્યા પછી તપાસમાં વેગ આવી ગયો છે. સુશાંત સિંહ રાજપૂત કેસની CBI તપાસ કરાવવા માટેની અરજી બિહાર સરકારે કેન્દ્રને મોકલી હતી, કેન્દ્ર સરકારે આ અરજી મંજૂર કરી લીધી છે અને હવે CBI સમગ્ર કેસની તપાસ કરશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો