ફિલ્મે પ્રેશર વધાર્યું:રિલીઝના દિવસે જ અક્ષય કુમારની 'સૂર્યવંશી' ઓનલાઇન લીક, મેકર્સની ચિંતા વધી

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અક્ષય કુમાર તથા કેટરીના કૈફની ફિલ્મ 2020માં રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. ફિલ્મ આજે એટલે કે 5 નવેમ્બરે રિલીઝ થઈ છે. ફિલ્મ ભારતમાં અંદાજે 4 હજાર સ્ક્રીન પર રિલીઝ થઈ છે. જોકે, રિલીઝ થયાના થોડાંક જ કલાકોમાં આ ફિલ્મ ઓનલાઇન લીક થઈ ગઈ છે.

'સૂર્યવંશી' ડિેરેક્ટર રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મના મેકર તથા પ્રોડ્યૂસરે ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવાનો આગ્રહ કર્યો હતો. જોકે, ફિલ્મ અનેક ઓનલાઇન સાઇટ પર લીક થઈ ગઈ છે. ફિલ્મ તમિલ રોકર્સ, ટેલિગ્રામ સહિત વિવિધ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. રિલીઝના દિવસે જ ફિલ્મ લીક થતાં મેકર્સ ચિંતામાં મૂકાઈ ગયા છે.

ફિલ્મમાં અક્ષય કુમાર તથા કેટરીના કૈફ લીડ રોલમાં છે. અક્ષય તથા કેટરીનાએ 11 વર્ષ પછી સાથે કામ કર્યું છે. ફિલ્મના ક્લાઇમેક્સમાં રણવીર સિંહ તથા અજય દેવગન જોવા મળે છે. हे हैं.