• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • On The Controversial Statement Of Independence, Mahatma Gandhi's Great grandson Said Kang Is The Agent Of Hatred And Intolerance, Then The Congress Leader Said That Kang Was In Drug Overdose.

આઝાદીનું વિવાદિત નિવેદન:મહાત્મા ગાંધીના પ્રપૌત્રએ કહ્યું- કંગના નફરત અને અસહિષ્ણુતાની એજન્ટ છે, તો કોંગ્રેસના નેતાએ કંગના ડ્રગ ઓવરડોઝમાં હોવાનું જણાવ્યું

25 દિવસ પહેલા
  • કંગનાએ દેશને સાચી આઝાદી 2014માં મળી હોવાની વાત કહી હતી
  • આ નિવેદન બાદ દેશમાં ચોતરફ કંગના વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે

કંગના રનૌત ચોતરફે વિરોધ પ્રદર્શનથી ઘેરાઈ છે. દેશને સાચી આઝાદી 2014એ મળી હોવાના નિવેદન પર કંગના વિરુધ્ધ વિરોધના વંટોળ ઊભા થયા છે. સોશિયલ મીડિયા પર કંગના પાસેથી 'પદ્મ શ્રી' પરત લેવાની માગ ઉઠી છે. સોશિયલ મીડિયા પર #KanganaRanautDeshdrohi ટ્રેન્ડિંગમાં છે.

કંગનાના આ નિવેદનને કારણે તેના વિરુદ્ધ FIR પણ થઈ છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કંગનાના નિવેદનને ખોટુ ગણાવ્યું છે. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ તો કંગનાને નફરતની એજન્ટ ગણાવી દીધી.

સ્વતંત્રતા સેનાનીના અપમાનનો કોઈ હક નહિ
ચંદ્રકાંત પાટિલે જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિને આઝાદીની લડત અથવા સ્વતંત્રતા સેનાની પર નેગેટિવ કમેન્ટ કરવાનો હક નથી. આમ કરવું ખોટુ છે. તમે પ્રધાનમંત્રીના કામના વખાણ કરી શકો છો, પરંતુ સ્વતંત્રતા આંદોલનની આલોચના નથી કરી શકતા. તેમણે જણાવ્યું કે એક્ટ્રેસે કયા ભાવને આધારે આવું નિવેદન આપ્યું તેની માહિતી નથી.

અસહિષ્ણુતાની એજન્ટ કંગના
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ એક્ટ્રેસને નફરત અને અસહિષ્ણુતાની એજન્ટ ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'પદ્મ શ્રી કંગના રનૌત નફરત અને અસહિષ્ણુતાની એજન્ટ છે. તેને લાગે છે કે ભારતને આઝાદી 2014એ મળી આ વાત નવાઈ પમાડે તેવી નથી. 2014માં નફરત, અસહિષ્ણુતા, દંભ દેશભક્તિ અને ઉત્પીડનને આઝાદી મળી.'

હિમાચલ ડ્રગના ઓવરડોઝ બાદ નિવેદનો આપી રહી છે: નવાબ મલિક
NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું કે એક્ટ્રેસ પાસેથી 'પદ્મ શ્રી' પાછો લઈ તેના વિરુદ્ધ કેસ કરવો જોઈએ. કંગનાએ સ્વતંત્રતાની લડતમાં જીવનો ભોગ આપનાર સેનાનીઓનું અપમાન કર્યું છે. નવાબ મલિકે જણાવ્યું કે, 'મને લાગે છે કે કંગના મલાના ક્રીમ (હિમાચલનું ડ્રગ)ના ઓવરડોઝમાં આવા નિવેદનો આપી રહી છે.'

'પદ્મ શ્રી' સ્વીકારતી કંગના
'પદ્મ શ્રી' સ્વીકારતી કંગના

આ કારણે કંગના વિવાદોમાં ફસાઈ
એક રાષ્ટ્રીય મીડિયા નેટવર્કના વાર્ષિક શિખર સમિટમાં કંગના ગેસ્ટ સ્પીકર હતી. આ દરમિયાન તેણે સાવરકર, લક્ષ્મીબાઈ અને નેતાઝી બોઝને યાદ કરી કહ્યું કે, આ લોકો જાણતા હતા કે લોહીની નદી વહેશે, પરંતુ લોહી હિંદુસ્તાનીનું ન હોવું જોઈએ. આ વાત તેમને ખબર હતી. તેમને પુરસ્કાર મળવો જોઈએ. તે આઝાદી નહોતી ભીખ હતી. આપણને અસલ આઝાદી 2014માં મળી છે.