વાઇરલ વીડિયો:આર્યન ખાનને જોતા જ ચાહકે ભાવુક થઈને હાથ ચૂમ્યો, એકે ગુલાબ આપ્યું

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે. આર્યન ખાન પણ ચાહકોની લાગણીનું માન રાખતો હોય છે. હાલમાં જ આર્યન ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આર્યન ખાનને જોતાં જ ભીડ જમા થઈ ગઈ હતી.

આર્યને ચાહકો સાથે સેલ્ફી ક્લિક કરાવી
એરપોર્ટ પરથી બહાર નીકળ્યા બાદ કેટલાક ચાહકોએ આર્યન સાથે સેલ્ફી લેવાની વિનંતી કરી હતી. આર્યને તેમની વાત માનીને ફોટો ક્લિક કરાવ્યો હતો. આટલું જ નહીં એક ચાહકે આર્યનને ગુલાબ ભેટમાં આપ્યું હતું. અન્ય એક ચાહક આર્યનને જોઈને ઘણો જ ઇમોશનલ થઈ ગયો હતો અને તેણે આર્યનનો હાથ પકડીને ચૂમ્યો હતો. એરપોર્ટ પર આર્યન ખાને એક ચાહકને સલામ કરીને તેનું અભિવાદન પણ કર્યું હતું.

સ્ટાલિશ લુકમાં આર્યન
આર્યન ખાનના લુકની વાત કરીએ તો તે નેવી ટી શર્ટ, બ્લેક કાર્ગો પેન્ટ તથા વ્હાઇટ સ્નીકર્સમાં હતો. તેણે જેકેટ પહેર્યું હતું.

સો.મીડિયામાં આર્યનનો વીડિયો વાઇરલ
સો.મીડિયામાં આર્યન ખાનનો એરપોર્ટ વીડિયો વાઇરલ થયો છે. એક યુઝરે કહ્યું હતું કે તે તેના પપ્પાની જેમ જ સલામ કરે છે. અન્ય એકે કહ્યું હતું કે તે જ્યારે પણ મુંબઈ જશે તે એકવાર આર્યનને જોવા માગે છે.

હાલમાં જ ફોટોશૂટ કરાવ્યું
આર્યન ખાને હાલમાં શૂઝની એક બ્રાન્ડ એન્ડોર્સ કરી હતી અને ફોટોશૂટ કરાવ્યું હતું. 24 વર્ષીય આર્યન આ તસવીરોમાં પિતાની ઝેરોક્ષ કૉપી લાગતો હતો. તેણે ટી શર્ટ, શૂઝ તથા જેકેટ પહેર્યું હતું. શાહરુખ ખાને આ પોસ્ટ પર કમેન્ટ કરીને કહ્યું હતું કે આ ગ્રે ટી શર્ટ તેની તો નથી ને?

વર્કફ્રન્ટની વાત કરીએ તો આર્યન ખાન રાઇટર તરીકે ડેબ્યૂ કરવાનો છે. તે હાલમાં વેબ સિરીઝ પર કામ કરતો હોવાની ચર્ચા છે. આર્યનની બહેન સુહાના ખાન 'ધ આર્ચીઝ'થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.