તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મા કી આંખ:મધર્સ ડે પર દિવ્યા સેઠ શાહે સુંદર કવિતા શૅર કરી, માતાના દૃષ્ટિકોણ અંગે જણાવ્યું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વભરમાં દરેક લોકો માતાને ખાસ લાગણી થાય તે માટે આજના દિવસે (10 મે, મધર્સ ડે) ખાસ તૈયારી કરતા હોય છે. આ દરમિયાન એક્ટ્રેસ દિવ્યા સેઠે શોર્ટ વીડિયોમાં ‘મા કી આંખ’ દ્વારા લોકોને માતાની લાગણી તથા વિચાર પર એક સુંદર કવિતા સંભળાવી છે.

હાલમાં જ દિવ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ‘મા કી આંખ’ વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેટલાંક બાળકો પોતાની માતાના વલણની ફરિયાદ કરે છે અને તેમની વાંરવાર સવાલ પૂછવાની આદતથી હેરાન છે. પછી બાળકોના તમામ સવાલોના જવાબ આપતા દિવ્યા કહે છે કે આખરે માતા કેમ આટલા સવાલ કરે છે. 

આ વીડિયોને રેડિયો જોકી અબીર લાહિરીએ ડિરેક્ટ કર્યો છે. ‘મા કી આંખ’ વીડિયો પર વાત કરતાં અબીરે કહ્યું હતું, ‘આ મારું સપનું હતું. આ સપના સાથે હું રોજ જીવતો હતો. અંતે, આ સપનું પૂરું થયું. આશા છે કે તમને આ પસંદ આવશે.’ વીડિયોની સ્કિપ્ટ તથા કોન્સેપ્ટ પણ અબીરે જ તૈયાર કર્યાં છે. અબીરે દિવ્યા સેઠનો આભાર વ્યક્ત કર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...